મુખ્ય સમાચાર
News of Saturday, 24th August 2019

અટલજીની સરકારમાં અરૂણ જેટલી પ્રથમવાર બન્યા હતા મંત્રી : રાજ્યસભામાં વિરોધપક્ષ અને ગૃહના નેતા એમ બે પદ સાંભળેલ

નવી દિલ્હી ;પૂર્વ નાણામંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અરૂણ જેટલીનું 66 વર્ષની વયે નિધન થયું છે અરૂણ જેટલીએ અનેક મંત્રલાયોમાં સેવા આપી છે જ્યારે અટલજી ભારતના વડાપ્રધાન હતા ત્યારે જેટલીએ પ્રથમ વખત મંત્રી પદ સંભાળ્યું હતું. જેટલી 1999માં પ્રથમ વખત રાજ્યકક્ષાના મંત્રી તરીકે એન્ટ્રી કરી હતી. જે તે વખત જેટલી રાજ્યકક્ષાના માહિતી અને પ્રસારણ મંત્રી બન્યા હતા. ત્યાર બાદ તેઓ કેબિનટ કાયદા અને ન્યાયમંત્રીનું પદ પણ સંભાળ્યું હતું.

જ્યારે મનમોહનસિંઘની UPA-2 સરકાર હતી ત્યારે રાજ્યસભામાં વિરોધપક્ષના નેતા તરીકે અરૂણ જેટલી હતા. ત્યારબાદ જ્યારે NDA સરકાર બની ત્યારબાદ ભાજપના સૌથી સિનિયર નેતા અને મંત્રી હોવાના નાતે રાજ્યસભાના ગૃહના નેતા પણ રહ્યા હતા.

અરૂણ જેટલીનો મંત્રી તરીકેનો મહત્ત્વનો કાર્યકાળ

(2:40 pm IST)