મુખ્ય સમાચાર
News of Saturday, 24th August 2019

મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી : 2 લોકોનાં મોત: 5 ઘાયલ:કેટલાક કાટમાળમાં ફસાયા

જર્જરિત બિલ્ડીંગ ખાલી કરાવાય એ પહેલા દુર્ઘટના :ઇમારત ખાલી કરાવી નાખી છતાં કેટલાક પરત રહેવા ગયાનો પાલિકાનો દાવો

મહારાષ્ટ્રમાં ભિવંડીમાં ચાર માળનું બિલ્ડિંગ ધરાશાયી થતા બે લોકોના મોત નિપજ્યા છે જયારે પાંચ લોકો ઘાયલ થયા છે બિલ્ડીંગ ધરાશયી થતા રાહત અને  બચાવ કાર્ય શરૂ થઈ ગયું છે. ઘાયલોને નજીકની IGM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાટમાળમાં હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે.

મોડી રાત્રે બિલ્ડિંગનો કોલમ હલવા લાગ્યો હતો, ત્યારબાદ બિલ્ડિંગમાં ભાગદોડ થઈ ગઈ. બિલ્ડિંગ ખાલી થાય તે પહેલાં જ દુર્ઘટના બની. બીજી તરફ, મહાનગરપાલિકાનો દાવો છે કે તેમણે બિલ્ડિંગ ખાલી કરાવી દીધી હતી, પરંતુ કેટલાક લોકો મંજૂરી વિના પરત બિલ્ડિંગમાં ચાલ્યા ગયા હતા.

આ દરમિયાન ખાલી થતાં પહેલા જ બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ. નિગમ અધિકારી, પોલીસ અને ફાયરબ્રિગેડ વિભાગ લોકોને બચાવ કાર્યમાં લાગી છે

ભિવંડી નગરપાલિકા મુજબ, શુક્રવાર સાંજે 7.30થી 8.00 વાગ્યાની વચ્ચે બિલ્ડિંગ હલવા લાગી હતી, ત્યારબાદ મોડી રાત્રે ભિવંડી મહાનગરપાલિકાના કન્ટ્રોલ રૂમમાં ફોન આવ્યો. ત્યારબાદ મહાનગરપાલિકાના કેટલાક અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા અને બિલ્ડિંગ ખાલી કરાવી દીધું, પરંતુ કેટલાક લોકો બિલ્ડિંગમાં પરત પોતાનો સામાન લેવા ગયા હતા. આ દરમિયાન આખી બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ.

(10:59 am IST)