મુખ્ય સમાચાર
News of Saturday, 24th July 2021

ટોકિયો ઓલમ્પિકમાં મેડલ જીત્યાની જાણ થતા ગૃહમંત્રી અમિતભાઇ શાહે બેઠકમાં ઉભા થઇ તાળીઓથી વધાવી

નોર્થ ઇસ્ટના મુખ્યમંત્રીઓની બેઠકમાં મીરાબાઇને સ્ટેન્ડીંગ ઓવીએશન આપ્યુ

નવી દિલ્હી : મીરાબાઇ ચાનૂએ વેઇટલીફ્ટીંગમાં ભારતને ટોક્યો ઓલિમ્પિકમાં પ્રથમ મેડલ અપાવ્યો છે. તેણે 49 કિગ્રા ની શ્રેણીમાં સફળતા મેળવી હતી. જ્યારે આ અંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ  શાહને જાણકારી મળતા તેઓએ મીરાબાઇને સ્ટેન્ડીંગ ઓવીએશન આપ્યુ હતુ. ચાનૂએ મેડલ જીતી લીધો હોવાની જાણકારી, મણિપૂરના મુખ્યપ્રધાન એન બિરેન સિંહે ગૃહ પ્રધાન અમિત ભાઈ શાહને આપી હતી.

કેન્દ્ર ગૃહ પ્રધાન તે સમયે નોર્થ ઇસ્ટના મુખ્યપ્રધાનો સાથે મીટીંગ યોજી રહ્યા હતા. જે બેઠક મેઘાલયની રાજધાની શિલોંગમાં થઇ રહી હતી. જાણકારી મળવા પર શાહની સાથે જ તમામ મુખ્ય પ્રધાનોએ ઉભા થઇને તાળીઓ વગાડીને મીરાબાઇ ચાનૂને શાબાશી આપી હતી. મુખ્યપ્રધાન બિરેન સિંહે બાદમાં મીરાબાઇ ચાનૂ સાથે વિડીયોકોલ દ્વારા વાત કરી હતી. આ દરમ્યાન તેઓએ આ અંગે જાણકારી આપી હતી.

બિરેનસિંહે ચાનૂને કહ્યુ, મેં મીટીંગમાં સૌને એ ખુશખબર આપી હતી કે, મીરાબાઇ એ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ સાથે ભારતનુ ખાતુ ખોલ્યુ છે. આ સાંભળીને અમિતભાઈ  શાહજી એ ખૂશી દર્શાવી હતી. તેઓએ માઇક પર કહ્યુ હતુ કે આ ભારતના ગૌરવના વાત છે. અમિત શાહજી ની સાથે સૌ એ ઉભા થઇને તાળીઓ વગાડી હતી. બિરેન સિંહે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ચાનૂ થી વિડીયો કોલનો વિડીયો પણ શેર કર્યો હતો.

આ દરમ્યાન મુખ્યપ્રધાને કહ્યુ હતુ કે, ચાનુને તેની સફળતા બદલ એક કરોડ રુપિયા નો રોકડ પુરસ્કાર આપવામા આવશે, સાથે જ તેને એ સુવિધાઓ પણ આપવામાં આવશે. તેના માટે એક સ્પેશિયલ પોસ્ટ પણ તૈયાર કરવામાં આવશે. જેના થી તેને રેલ્વે વગેરેની યાત્રા દરમ્યાન સરળતા રહે. જે અંગે તેમણે ચાનૂને કહ્યુ હતુ, કે તેના માટે એક સરપ્રાઇઝ છે જે બાદમાં બતાવવામાં આવશે.

મીડિયા સાથે વાત કરતા, મીરાબાઇના પિતા સેખોમ કૃતિ મેઇતેઇ એ પોતાની સૌથી નાની પુત્રીની ઉપલ્બ્ધી પર ખૂશી દર્શાવી હતી. તેઓ કહ્યુ હતુ, મને મારી પુત્રી પર ગર્વ છે. ભવિષ્યમાં મારા થી જેટલુ થઇ શકે એટલુ સમર્થન આપીશ

(11:50 pm IST)