મુખ્ય સમાચાર
News of Saturday, 24th July 2021

મહારાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ :25 અને 27 જુલાઈએ JEE મેઈન્સની પરીક્ષા : વિદ્યાર્થીઓને અપાશે વધુ એક નવી તક

શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આપી મોટી રાહત : ત્રીજા સત્રમાં ભાગ લેનારા ઉમેદવારોને વધુ એક તક મળશે

મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે જનજવન ઠપ થઈ ગયું હોય તેવું વર્તાઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં ભૂસ્ખલની ઘટનામાં અત્યાર સુધીમાં 136 લોકોના મોત નિપજ્યા છે તો મોટી સખ્યામાં લોકો ઘાયલ થયા છે. જો કે મુત્યુનો આંકડો હજુ પણ વધી શકે છે. એવા સમયે JEE મેઈન્સની પરીક્ષા યોજાઈ રહી છે.

એવા સમયે 25 અને 27 જુલાઈએ JEE મેઈન્સની પરીક્ષા યોજાવાની છે. તેમજ NTA દ્વારા પરીક્ષાની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે પરંતુ મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમજ ઘણા જિલ્લાઓમાં પરિવહનને પણ અસર થઈ છે, ત્યારે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય શિક્ષણમંત્રીએ મોટી રાહત આપી છે

શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે વિદ્યાર્થીઓને મદદ કરવા માટે, મેં રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી NTAને જણાવ્યું છે કે JEE (મેઇન્સ)ના ત્રીજા સત્રમાં ભાગ લેનારા તમામ ઉમેદવારોને વધુ એક તક આપો. જે વિદ્યાર્થીઓ 2021 માટે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકતા નથી

 

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે કોલ્હાપુર, પાલઘર, રત્નાગિરિ, રાયગ,, સિંધુદુર્ગ, સાંગલી અને સતારાના વિદ્યાર્થીઓ, જે 25 અને 27 જુલાઇએ જેઇઇ મેઈન્સ -2021 ના ત્રીજા સત્ર માટે પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવા માટે અસમર્થ છે, તેઓએ ગભરાવવાની જરૂરી નથી. તેમને વધુ એક તક આપવામાં આવશે અને એનટીએ દ્વારા ટૂંક સમયમાં તારીખોની ઘોષણા કરવામાં આવશે.

ભારે વરસાદ વચ્ચે મહારાષ્ટ્રમાં ભૂસ્ખલનની ઘટનાઓમાં 136 લોકોનાં મોત નીપજ્યાં છે. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે, તેથી આ આંકડો વધી શકે છે. બચાવ માટે સેનાની ટીમો તૈનાત કરવામાં આવી છે. પુણેના લશ્કરી સ્ટેશન અને બોમ્બે એન્જિનિયરિંગ ગ્રુપની 15 ટીમો રાહત કાર્યમાં લાગી ગઈ છે. ઉલ્લેખનિય છે કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પૂર જેવી પરિસ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવી છે.

(10:56 pm IST)