મુખ્ય સમાચાર
News of Saturday, 24th July 2021

બ્રાઝિલે કોવેક્સિન માટે ભારત બાયોટેક સાથેનો કરાર તોડ્યો

ક્લિનિકલ ટ્રાયલમાં કોવેક્સિનનું પરીક્ષણ નિષ્ફળ રહ્યું : બ્રાઝિલની દવા નિર્માતા કંપની પ્રેસીસા મેડિકામેન્ટોસ, એનવિક્સિયા ફાર્મા સાથે ભારત બાયોટેકની ડીલ થઈ હતી

નવી દિલ્હી, તા.૨૪ : ભારતની કોવેક્સીન માટે ભારત બાયોટેક કંપની સાથે બ્રાઝિલે પોતાનો કરાર તોડી નાંખ્યો છે.બ્રાઝિલે બે કરોડ ડોઝ ખરીદવા માટે ડીલ કરી હતી.જોકે ક્લિનિકલ ટ્રાયલમાં કોવેક્સીનનુ પરીક્ષણ સફળ રહ્યુ નથી તેવો બ્રાઝિલે દાવો કરીને નિર્ણય લીધો છે.

બ્રાઝિલની સરકારે કહ્યુ હતુ કેબ્રાઝિલની દવા નિર્માતા કંપની પ્રેસીસા મેડિકામેન્ટોસ અને એનવિક્સિયા ફાર્મા સાથે ભારત બાયોટેકની ડીલ થઈ હતી.જેમાં સંખ્યાબંધ મુદ્દાઓ પર સંમતિ સધાઈ નથી અને ક્લિનિકલ ટ્રાયલમાં પણ તેના સફળ પરિણામ જોવા મળ્યા નથી અને તેના કારણે ડીલ રદ કરવાનો નિર્ણય લેવાયો છે. ન્યૂઝ એજન્સીએ અંગે ભારત બાયોટેક કંપનીને ટાંકીને કહ્યુ હતુ કે, કંપનીને બ્રાઝિલ તરફથી કોઈ એડવાન્સ પેમેન્ટ આપવામાં આવ્યુ નહોતુ અને કંપની દ્વારા બ્રાઝિલને કોઈ રસી પૂરી પાડવામાં નથી આવી , કંપનીએ બ્રાઝિલ સાથે ગ્લોબલ ડિલ પ્રમાણે અને આંતરરાષ્ટ્રિય કાયદા પ્રમાણે કરાર કર્યો હતો અને દુનિયાના બીજા દેશોમાં કોવેક્સીન પૂરી પાડવા માટે જે નિયમોનુ પાલન કર્યુ હતુ તે નિયમોનુ પાલન બ્રાઝિલમાં પણ કરવામાં આવ્યુ હતુ.

(7:44 pm IST)