મુખ્ય સમાચાર
News of Saturday, 24th July 2021

બિહારના 11 જિલ્લાઓમાં ભારે પૂરથી 15 લાખ લોકો પ્રભાવિત :11 લાખ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડાયા એનડીઆરએફની 7 અને એસડીઆરએફની 9 ટીમો તૈનાત કરાઈ

બિહારમાં 11 જિલ્લાઓ ગોપાલગંજ, પૂર્વી ચંપારણ, સારણ, શિવહર, સીતામઢી, મુજફ્ફરપુર, સમસ્તીપુર, દરભંગા, ખગડિયા અને મધુબની પૂરથી પ્રભાવિત છે. પૂરના પગલે રાજ્યના 15 લાખ લોકો પ્રભાવિત થયા છે. જેમાં અત્યાર સુધી 11 લાખ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડાયા છે. નીચલા વિસ્તારોમાં પાણી ભરાવવાથી રોડ રસ્તાઓ પ્રભાવિત થયા છે. દરભંગાના તમામ વિસ્તારોમાં લોકો બોટના સહારે જીવન કાપી રહ્યા ચે. એનડીઆરએફની 7 અને એસડીઆરએફની 9 ટીમો તૈનાત કરાઈ છે

(12:54 pm IST)