મુખ્ય સમાચાર
News of Saturday, 24th July 2021

ઓલિમ્પિકમાં મીરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો: વેટલિફ્ટિંગ ભારતને મળ્યું પ્રથમ મેડલ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદીએ મીરા બાઈ ચાનૂને શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી : મીરાબાઈ ચાનુએ સ્નેચ રાઉન્ડમાં 87 કિલો વજન ઉઠાવ્યું હતુ ,જ્યારે ક્લીન એન્ડ જર્કમાં 115 કિલો ઉચક્યું હતુ. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદીએ મીરા બાઈ ચાનૂને શુભેચ્છા પાઠવી છે. મીરા બાઈ ચીનૂએ સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે
મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારત માટે પ્રથમ ચંદ્રક જીત્યો છે. મીરાબાઈ ચાનુએ 49 કિલો વજનની કેટેગરીમાં મહિલાઓની વેઇટલિફ્ટિંગમાં અદ્ભુત પ્રદર્શન કર્યું હતું. તેણે સ્નેચ અને ક્લીન એન્ડ જર્ક રાઉન્ડમાં કુલ 202 કિલો વજન ઉચકી અને સિલ્વર મેડલ જીત્યો. જ્યારે મીરાબાઈએ સ્નેચ રાઉન્ડમાં 87 કિલો વજન ઉચક્યું હતું, ત્યારે તેણે ક્લિન એન્ડ જર્કમાં 115 કિલો વજન ઉઠાવ્યું હતું. 49 કિલો વજનના વર્ગમાં મહિલા વેઈટ લિફ્ટિંગમાં ચીનના વેઇટલિફ્ટરે ગોલ્ડ મેડલ જીત્યો હતો

(12:50 pm IST)