મુખ્ય સમાચાર
News of Thursday, 24th June 2021

દિલ્‍હીના નાયબ મુખ્‍યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સીસોદીયાને કોરોના લક્ષણો જોવા મળતા સુરતનો પ્રવાસ રદ્દ

સુરત: ગુરવારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સીસોદીયા સુરત આવી રહ્યાં હતા. પરંતુ અચાનક દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાની તબીયત ખરાબ થતાં પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. કોરોનાના લક્ષણો જણતા ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. જેથી આવતીકાલના તેમના તમામ કાર્યક્રમોને રદ્દ કરવામાં આવ્યા છે. જો કે, મનીષ સીસોદીયાના સુરત પ્રવાસને લઇ કહેવામાં આવી રહ્યું હતું કે, સુરતના મોટા નામો આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી અટકળો ચાલી હતી.

સુરતના રાજકારણ માટે આવતી કાલનો દિવસ મહત્વનો ગણવામાં આવી રહ્યો હતો. સુરતમાં આવતી કાલે રાજકારણમાં નવા જૂનીના એંધાણ પણ દેખાઈ રહ્યા હતા. કારણ કે સુરતમાં આવતીકાલ ગુરવારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સીસોદીયા સુરતની મુલાકાતે આવી રહ્યાં હોય મોટી રાજકીય નવા જુનીના એંધાણ હોવાનું કહેવાય રહ્યું હતું. ઈશુદાન ગઢવી આપમાં જોડાઈને સુરત આવ્યા ત્યારે શહેરના કેટલાક મોટા માથાઓ આપમાં જોડાઈ તેવી અટકળ હતી પરંતુ જાહેરાત થઈ ન હતી.

આવતીકાલે દિલ્હીના નામયબ મુખ્યમંત્રી મનીષ શિસોદીયા સુરત આવી રહ્યાં હતા ત્યારે કેટલાક સમાજના અગ્રણીઓ આપમાં જોડાય તેવી અટકળ જોરશોરમાં થઈ ગઈ છે. ઉદ્યોગ પતિ અને સમાજ સેવક આપમાં જોડાય તો આગામી વિધાનસભાની ચુંટણીમાં મોટી નવા જુની થાય તેવા એંધાણ શરૂ થઈ ગયાં હતા. પરંતુ અચાનક દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાની તબીયત ખરાબ થતાં પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે.

કોરોનાના લક્ષણો જણતા ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. જેથી આવતીકાલના તેમના તમામ કાર્યક્રમોને રદ્દ કરવામાં આવ્યા છે. જો કે, મનીષ સીસોદીયાના સુરત પ્રવાસને લઇ કહેવામાં આવી રહ્યું હતું કે, સુરતના મોટા નામો આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી અટકળો ચાલી હતી.

(4:56 pm IST)