મુખ્ય સમાચાર
News of Thursday, 24th June 2021

વેક્સિન નહિ મળતા બાંગ્લાદેશે હિલ્સા માછલીઓની નિકાસ નિયંત્રિત કરી દીધી

ભારત સરકારે બાંગ્લાદેશમાં કોરોના વેક્સિનનાં નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે

નવી દિલ્હી : ભારત સરકારે બાંગ્લાદેશમાં કોરોના વેક્સિનનાં નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. આવી સ્થિતિમાં, એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આ કારણે બાંગ્લાદેશ સરકારે પણ હિલ્સા માછલીઓની નિકાસ મર્યાદિત કરી દીધી છે.

વિદેશ મંત્રાલયનાં જણાવ્યા મુજબ ભારતે બાંગ્લાદેશમાં એક કરોડથી વધુ વેક્સિન મોકલી હતી, પરંતુ દેશમાં બીજી લહેર દરમ્યાન વેક્સિન ન હોવાને કારણે ભારતે હજી પણ વેક્સિનનાં નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. જેનાથી નારાજ, બાંગ્લાદેશ સરકારે ભારતીઓની પસંદીદા હિલ્સા માછલીની નિકાસ મર્યાદિત કરી હતી.

 જો કે, બાંગ્લાદેશે ઘણા લાંબા સમયથી હિલ્સાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ ગયા વર્ષે જમાઈ ષષ્ઠી (બંગાળનો ઉત્સવ) નિમિત્તે બાંગ્લાદેશની શેખ હસીના સરકારે 2 ટન હિલ્સા માછલીની નિકાસ માટે વિશેષ મંજૂરી આપી હતી. બાંગ્લાદેશની પદ્મા નદી કે જે અસલમાં ગંગા નદી છે, આ નદીમાં હિલ્સા માછલી જોવા મળે છે, જે બંગાળમાં ખૂબ પસંદ કરવામાં આવે છે.

(12:27 pm IST)