મુખ્ય સમાચાર
News of Thursday, 24th June 2021

જીએસટી : ૫૦૦ કરોડથી વધુ ટર્નઓવર ધરાવનાર માટે કયુઆર કોડ ફરિજયાત

ઇ-ઇનવોઇસની સાથે હવે કોડ દર્શાવવો પડશે, પરંતુ સિસ્ટમના જ ઠેકાણા નથી

નવી દિલ્હી,તા. ૨૪: ૫૦૦ કરોડથી વધુ ટર્નઓવર ધરાવનાર વેપારીએ આગામી એક જુલાઇથી ઇ-ઇનવોઇસની સામે ફરજિયાત કયુઆર કોડ દર્શાવવો પડશે તેની જાહેરાત તો ગત ઓકટોબર માસમાં કરી દેવામાં આવી હતી. પરંતુ કોરોનાના કારણે ફરજિયાત નિયમ અમલમાં મુકવામાં આવ્યો હોતો. હવે એક જુલાઇથી તેનો કડક અમલ કરવાની જાહેરાત કરાઇ છે. ઓકટોબર ૨૦૨૦માં ૫૦૦ કરોડના બદલે ૧૦૦ કરોડનું ટર્નઓવર ધરાવનાર વેપારીઓ પણ ફરિજીયાત ઇ-ઇનવોઇસ બનાવવાનો નિયમ લાયુ કરવામાં આવ્યો હતો. ત્યારે ૫૦૦ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવનારે ઇ-ઇનવોઇસની સામે ફરજિયાત કયુઆર કોડ આપવાનો નિયમ પણ લાગુ કરાયો હતો.  જો કે કોરોનાના કારણે આ સિસ્ટમને લાગુ કરવામાં આવનાર છે. પરંતુ આ માટે કેન્દ્ર સરકારે જ કોઇ સિસ્ટમ જ તૈયાર કરી નથી. કારણે કે જે રીતે ઇ-ઇનવોઇસ ઓનલાઇન બનાવવામાં આવે છે તે જ પ્રમાણેની સુવિધા ઉભી કરવાની હોય છે.

કયુઆર કોડ સિસ્ટમ લાવવાના આ છે કારણો

. વેપારી દ્વારા વેચવામાં આવતા તમામ માલની કિંમત અને તેનુ ટર્નઓવર જાણી શકાય . વેપારીને મળતી રકમ કયુઆર કોડના કારણે સીધી બેંક એકાઉન્ટમાં જ જમા થશે . વેપારી દ્વારા ટર્નઓવર ઓછુ બતાવવામાં આવે તો કયુઆર કોડના આધારે ચોરી પકડી શકાય . ઇ-ઇનવોઇસ અને કયુઆર કોડના ડેટા મિસમેચ આવે તો પણ કાર્યવાહી કરી શકાય

દંડ મુદ્દે જુલાઇ બાદ ફેંસલો થશે

૫૦૦ કરોડથી વધુ ટર્નઓવર ધરાવનારાઓ માટે એક જુલાઇથી ફરજિયાત કયુઆર કોડનો નિયમ અમલમાં મુકવામાં આવનાર છે તેનો અમલ કરવામાં નહીં આવે તો જે જીએસટી ભરવાનો થતો હોય તેના કરતા બમણો વસુલ કરવાની જોગવાઇ કરાઇ છે. જો કે તેની વસુલાત કરવી કે નહીં તેનો નિર્ણય એક જુલાઇ બાદ થવાની સંભાવના છે.

-મિહિર મોદી (સીએ)

કયુઆર કોડમાં આ વિગતો હશે

વેપારીએ માલ વેચ્યો છે તેની વિગતોની સાથે સાથે તેમાં માલનો પ્રકાર તે પેટે કેટલા રૂપિયાનો જીએસટી ભરવાનો છે કયા વેપારીને માલ વેચ્યો છે.

તેનું બેંક એકાઉન્ટ નંબર સહિતની વિગતો કયુઆર કોડમાં દર્શાવવામાં આવેલી હશે.

જેથી માલ ખરીદનાર વેપારી કોડ સ્કેન કરીને વેપારીને નાણા ચુકવવાના હશે તો ટ્રાન્ઝેકશન કરી શકે તેવી સુવિધા મળી શકશે.

(10:53 am IST)