મુખ્ય સમાચાર
News of Monday, 24th June 2019

ટીએમસીને વધુ એક ઝટકો: ધારાસભ્ય સહિત જિલ્લા પંચાયતના સભ્યો ભાજપમાં જોડાયા

પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષની હાજરીમાં આ નેતાઓએ કેસરીયો ખેસ ધારણ કર્યો

 

પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી ટીએમસીને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે  ટીએમસીના વધુ એક ધારાસભ્ય ભાજપમાં જોડાઇ ગયા છે. તેમની સાથે દક્ષિણ દિનાજપુર જિલ્લા પંચાયતના સભ્યો પણ પણ ભાજપમાં સામેલ થયા છે.

  ભાજપના કાર્યાલયે પાર્ટીના વરિષ્ઠ નેતા મુકુલ રોય, પશ્ચિ બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીય અને પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષની હાજરીમાં નેતાઓએ કેસરીયો ખેસ ધારણ કર્યો છે. ટીએમસીમાંથી ભાજપમાં સામેલ થયેલા વિલ્સન ચાંપરામૈરી કલચીની બેઠક પરથી ધારાસભ્ય છે. તેઓ ત્રણ વખત વિધાનસભા ચૂંટણી જીત્યા છે.

(12:12 am IST)