મુખ્ય સમાચાર
News of Monday, 24th June 2019

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો : માલિયાસણ પાસેથી મોડી સાંજે અધધધ 300 પેટી દારૂ ભરેલ ટ્રક સાથે બે આરોપીની કરી ધરપકડ : રાજસ્થાન પાસીંગનો ટ્રક ઝડપાયો : ક્રાઈમ બ્રાંચ પોલીસને મળી મોટી સફળતા

રાજકોટ : રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે માલિયાસણ નજીક ટ્રકમાંથી મોડી સાંજે 300થી વધુ પેટી વિદેશી દારૂનો મોટ્ટો જથ્થો ઝડપ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજસ્થાન પાસીંગના ટ્રકની તલાસી લેતા તેમાંથી 300થી વધુ પેટી દારૂ મળી આવતા બે આરોપીની ધરપકડ કરી હતી.

ક્રાઇમ બ્રાન્ચના એસીપી સરવૈયા, પીએસઆઇ ધાંધલિયા સહિતના સ્ટાફે માલિયાસણ નજીકથી 300 પેટી વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે બે આરોપીની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. પૂછતાજમાં હજુ બીજા ઘણા આરોપીઓના નામ જાહેર થવાની વકી છે.

      પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા  જેસીપી ચૌધરી તથા ડીસીપી ઝોન વન સૌની  તથા ડીસીપી ઝોન ટુ જાડેજાની સુચના અને માર્ગદર્શન મુજબ દારૂની બદીને ડામવાના હેતુથી ક્રાઈમ બ્રાન્ચ એસીપી  સરવૈયા  તથા ક્રાઈમ બ્રાંચ પીએસઆઈ ધાંધલીયાનાઓએ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા

   દરમિયાન સાથેના પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ ઝાલા તથા વિજેન્દ્ર સિંહ ઝાલા તથા ફિરોજ ભાઈ નાઓની બાતમીના આધારે રાજસ્થાન પાસિંગની ટ્રક નંબર RJ07GA8591 ના ડ્રાઇવર આસુ સિંહ હનુમાન સિંહ ભાટી તથા કંડકટર આસુ કરણી સિંહ રાઠોડનાઓને કુલ 228 પેટી તથા 48 નંગ પ્લાસ્ટિકની થેલીમાં એમ કુલ 2784 નંગ એપિસોડની ભારતીય બનાવટના વિદેશી દારૂ જેની કિંમત 8,35,200 તથા ટ્રક ની કિંમત દસ લાખ સાથે ઝડપી લઇ કુલ મુદ્દામાલ 18,35,200 કબજે કરી પૂછપરછ કરતા પોતે માલ બિકાનેરના કિશનસિંહ પાસેથી લઈ રાજકોટ ખાતે ચતુર શીવાભાઈ પલાળીયા નવું આપવાનો હતો તેવી કબુલાત આપેલ છે બાદ આગળની કાર્યવાહી ચાલુ છે

   આરોપીઓ દ્વારા સિરામિક ની થેલીઓ બાજુમાં તથા ઉપર ગોઠવી આગળના ભાગે પણ સીરામીક ની થેલીઓ રાખી ખોટી બિલ્ટી બનાવી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવેલ હતી

 

(12:10 am IST)