મુખ્ય સમાચાર
News of Monday, 24th June 2019

પાપૂઆ ન્યુ ગિનીમાં આત્મહત્યાની કોશિષ કરનાર ભારતીય શરણાર્થી પર ચાલશે કેસ

પાપુઆ ન્યુ ગિનીમાં આવેલ શરણાર્થી શિબિરમાં આગ લગાવી આત્મહત્યાની કોશિષ કરનાર ભારતીય રવિન્દ્રસિંહ પર આગ અને આત્મહત્યાની કોશિષનો મામલો થશે.

રવિન્દ્રએ શિબિરના શિપિંગ કન્ટેનર રૃમમાં શુક્રવારના પોતાને બંધ કરી આગ લગાવી હતી. જેને કારણે બાજુમાં બે રૃમમાં પણ આગ લાગી હતી. હાલમાં એનો ઇલાજ ચાલી રહ્યો છે.

પ્રાંતિય પોલીસ કમાન્ડરનું કહેવું છે કે આ ઘટનામાં રવિન્દ્રનો ચેહરો અને જમણો હાથ દાજી ગયેલ એના પરત આવવા પર આરોપ નકકી થશે.

(11:00 pm IST)