મુખ્ય સમાચાર
News of Monday, 24th June 2019

રણ દાયકામાં 34,30 લાખ કરોડનું કાળુંનાણું વિદેશમાં ઠલવાયું

ત્રણ સંસ્થાઓના અભ્યાસમાં ખુલી વિગતો "સંસદમાં રિપોર્ટ રજૂ કરાયો

નવી દિલ્હી :ત્રણ દાયકામાં ભારતીયો દ્વારા 34 લાખ કરોડથી વધુનું કાળુંનાણું વિદેશમાં ઠલવાયું છે ભારતીયો દ્વારા 1980થી વર્ષ 2010ના 30 વર્ષના સમયગાળામાં આશરે 246.48 અબજ ડોલરથી લઇને 490 અબજ ડોલર એટલે કે 34.30 લાખ કરોડ રૂપિયા જેટલું કાળુ નાણું દેશની બહાર મોકલવામાં આવ્યું હતું તેવી  ત્રણ અલગ અલગ સંસ્થાઓ NIPFP, NCAER, NIFMએ પોતાના અભ્યાસમાં આ જાણકારી આપી છે.

  સોમવારે લોકસભામાં રજૂ કરાયેલા ફાયનાન્સ સ્ટેન્ડિંગ કમિટીના એક રિપોર્ટ મુજબ ત્રણેય સંસ્થાઓએ પોતાના અભ્યાસમાં જે સેક્ટર્સમાં કાળા નાણુ હોવાનું જણાવ્યું છે તેમાં રિયલ એસ્ટેટ, માઇનિંગ, ફાર્માસ્યુટિકલ્સ, પાન મસાલા, ગુટખા, તંબાકૂ, બુલિયન, કોમોડિટી, ફિલ્મ અને એજ્યુકેશન છે.

કમિટીએ સ્ટેટસ ઓફ અનએકાઉન્ટેડ ઇનકમ-વેલ્થ બોથ ઇનસાઇડ એન્ડ આઉટસાઇડ ધ કન્ટ્રી- એ ક્રિટીકલ એનાલિસીસ નામના રિપોર્ટમાં કહ્યું છે કે કાળુ નાણુ ઉત્પન્ન થવા અથવા એકત્ર થવાને લઇને કોઇ વિશ્વસનીય અનુમાન નથી. અને ન તો આ પ્રકારના અનુમાન વ્યક્ત કરવા માટે કોઇ સર્વમાન્ય રીત છે.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચનાં અભ્યાસમાં કહ્યું છે કે,ભારતમાંથી 1980થી લઇને 2010 સુધીમાં 26,88,000 લાખ કરોડ રૂપિયાથી લઇને 34,30,000 કરોડ રૂપિયાનું કાળુ નાણું વિદેશ મોકલવામાં આવ્યું છે.

તેમજ બીજી તરફ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓપ ફાયનાન્સીયલ મેનેજમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે, અર્થવ્યવસ્થામાં સુધારા(1990-2008)નાં સમયગાળા દરમિયાન લગભગ 15,15,300 કરોડ રૂપિયા (216.48 અરબ ડોલર) કાળું ધન ભારતથી વિદેશમાં મોકલવામાં આવ્યું છે.

નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક પોલીસી એડ ફાયનાન્સે કહ્યું છે કે,1997-2009 દરમિયાન દેશનાં સફળ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)નાં 0.2 ટકાથી લઇને 7.4 ટકા સુધી કાળુ નાણું વિદેશ મોકલાવામાં આવ્યું હતું.

(8:43 pm IST)