રાજસ્થાન ભાજપના અધ્યક્ષ અને રાજ્યસભાના સાસંદ મદન લાલ સૈનીનું દિલ્હીમાં દુઃખદ નિધન
છેલ્લા કેટલાક દિવસોથી નાદુરસ્ત તબિયતને કારણે એમ્સમાં દાખલ હતા : અશોક ગેહલોતે વ્યક્ત કર્યું દુ:ખ
નવી દિલ્હી :રાજસ્થાન ભાજપના પ્રમુખ મદન લાલ સૈનીનું અવસાન થયું છે. તેઓ રાજ્યસભાના સભ્ય હતા. સાંસદ મદન મદદ લાલ સૈનીનું નિધન થતા રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી
મદન લાલ સૈનીની છેલ્લા કેટલાક દિવસોથી તબિયત નાદુરસ્ત હતી. તેમને દિલ્હી સ્થિત એઇમ્સમાં દાખલ કરાયા હતા જ્યાં તેઓનું નિધન થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સૈનીના દેહાવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને સૈનીને શ્રધ્ધાસુમન અર્પિત કર્યા હતા.
મદન લાલ સૈની ઝુંઝનુંના ગુઠા વિધાનસભાના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. સૈની જનસંઘ સમયથી રાજનીતિમાં સક્રિય રહ્યા છે. આ પહેલા તેઓ ભાજપના પ્રદેશ મહામંત્રી, અનુશાસન સમિતિના પ્રદેશ અધ્યક્ષ પણ રહ્યા છે. ભાજપની અનુશાસન સમિતિનું કામ પણ સૈની સંભાળી ચૂક્યા છે.