મુખ્ય સમાચાર
News of Monday, 24th June 2019

અમેરિકાના મિશિગનમાં છૂટાછેડાના ચાલુ કેસમાં પતિને લોટરી લાગીઃ અડધો ભાગ પત્નીને આપવા કોર્ટનો આદેશ

નવી દિલ્હી: થોડુ વિચારો કે તમારા અને તમારી પત્ની વચ્ચે ડિવોર્સ કેસ ચાલી રહ્યો છે અન તે દરમિયાન તમને કરોડો રૂપિયાની લોટરી લાગે છે, તો તમારૂ રિએક્શન કેવુ હશે? તમારૂ તો છોડો તમારી પત્નીનું રિએક્શન કેવું હશે? તમે હજુ વિચારો છે, પરંતુ આવું તો વાસ્તવિકમાં થયું છે. ખરેખરમાં અમેરીકાના મિશિગનમાં રહેતા રિચાર્ડ ડિક જેલાસ્કોની ખુશી તે સમયે વધી ગઇ હતી, જ્યારે તેને 565 કરોડ રૂપિયા (80 મિલિયન ડોલર)ની લોટરી લાગી.

કોર્ટે આપ્યો મહિલાના હકમાં નિર્ણય

પરંતુ હવે કોર્ટે આદેશ આપ્યો છે કે, લોટરીનો અડધો ભાગ તેની પત્નીએ આપવો પડશે. લોટરી લાગવાના સમયે દંપતી વચ્ચે ડિવોર્સ કેસ ચાલી રહ્યો હતો. નિર્ણયની સામે રિચર્ડના વકીલે રિવ્યૂ પિટીશન દાખલ કરી છે. તેમાં દલીલ કરે છે કે લોટરી લાગવી રિચર્ડનું ભાગ્ય છે. તેમાં પત્નને ભાગ આપવો સંપૂર્ણ રીતે ખોટુ છે. વકીલનું કહેવું છે કે, જો કોર્ટ નિર્ણય બદલશે નહીં તો તેઓ સુપ્રીમ કોર્ટમાં અપલી કરશે.

આર્બિટ્રેટરના આદેશ પર બંને 2 વર્ષ અલગ રહ્યાં

રિચર્ડના લગ્ન 2004માં મેરી બેથ જેલાસ્કો સાથે થયા હતા. દંપતીને ત્રણ બાળકો છે. 2013માં જ્યારે રિચર્ડને લોટરી લાગી ત્યારે બંને વચ્ચે ડિવોર્સ કેસ ચાલી રહ્યો હતો. તે દરમિયાન કોર્ટના આદેશ પર બંને બે વર્ષ સુધી એકબીજાથી અલગ રહ્યા હતા. બંનેએ ઓર્બિટ્રેટર જોન મિલ્સના નિર્ણય માનવાની વાત કરી હતી. રિટર્ડે ઓર્બિટ્રેટરના નિર્ણયની સામે કોર્ટ ઓફ અપીલ્સમાં અરજી કરી હતી. તેમની દલીલ હતી કે, અલગ રહેવાના આટલા લાંબા સમય બાદ પત્નીને આટલી મોટી રકમ આપવો વિરોધ કરી રહ્યાં છે, પરંતુ કોર્ટે કહ્યું કે, જોન મિલ્સએ જે નિર્ણય આપ્યો છે તે એકદમ યોગ્ય છે. જો કે, અત્યાર સુધી મામલે પત્નીની કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી.

(5:07 pm IST)