મુખ્ય સમાચાર
News of Monday, 24th June 2019

નેપાળમાં મહર્ષિ વેદવ્યાસજીની ૧૦૮ ફુટ ઉંચી પ્રતિમા સ્થપાશે

કાઠુમાંડુઃ પશ્ચિમી નેપાળમાં તાન્હુ જીલ્લાના વ્યાસ નગર નિગમમાં મહર્ષિ વેદવ્યાસજીની ૧૦૮ ફુટ ઉચી પ્રતિમા બનાવવાની યોજના તૈયાર થઇ રહી છે. મહર્ષી વેદવ્યાસે હિન્દુ ધર્મગ્રંથ વેદને ચાર શ્રેણીમાં  વહેંચી હતી. માનવામાં આવે છે કે મહર્ષિનો જન્મ નેપાળના તાન્હુ જીલ્લામાં થયો હતો. આ વિસ્તારની જ વ્યાસ ગુફામાં તેમણે મહાભારતની રચના કરી હોવાની પણ માન્યતા છે.

પ્રતિમાનું નિર્માણ તાન્હુ જીલ્લાના શિવ પંચ્યાન મંદિરમાં કરાશે. તેનો ઉદેશ્ય ભારત-નેપાળના ભકતોજનોને આર્કષીત કરવાનો છે. વ્યાસનગરના ડેપ્યુટી મેયર મીરા શર્માના જણાવ્યા મુજબ પ્રતિમા બનાવવા ૬૩ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

(4:09 pm IST)