મુખ્ય સમાચાર
News of Monday, 24th June 2019

સંસદમાં અમિત શાહ રજૂ કરશે જમ્મુ-કાશ્મીર અનામત સુધારા બીલ

અગાઉ આ બિલને વટહુકમ તરીકે લાગુ કર્યો હતો

નવી દિલ્હી, તા. ર૪ : ઢકેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે લોકસભામાં જમ્મુ કાશ્મીર અનામત સંશોધન બિલ રજૂ કરવાના છે. લોકસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત અને બાદમાં ગૃહપ્રધાન બનેલા અમિત શાહ પ્રથમ વખત બિલ રજૂ કરશે. બિલ રજૂ કર્યા બાદ અમિત શાહ બિલના મહત્વ વિશે ગૃહને માહિતગાર કરશે. આ બિલને અગાઉ વટહુકમ તરીકે લાગુ કર્યો હતો. ૨૮ ફેબ્રુઆરીએ કેન્દ્રીય કેબિનેટે જમ્મુ કાશ્મીર અનામત બિલ ૨૦૧૯ થી મંજૂરી આપી દીધી હતી. અને તે બિલને રાષ્ટ્રપતિ સમક્ષ પાસ કરાવવા મોકલી આપ્યુ હતુ.

એલઓસી પાસે રહેનારાઓની જેમ આંતરરાષ્ટ્રીય સરહદ પાસે રહેનારા લોકોને પણ અનામતનો લાભ મળે તેનો બિલમાં ઉલ્લેખ છે..આ બિલનો ઉદેશ્ય જમ્મુ કાશ્મીરમાં આર્થિક રીતે નબળા લોકો માટે ૧૦ ટકા અનામત આપનારા વટહુકમની જગ્યા લેશે.

આ બિલથી જમ્મુ કાશ્મીરમાં આર્થિક રીતે નબળા કોઈ પણ ધર્મ કે જાતિના યુવાનોને સરકારી નોકરીઓ મેળવવામાં સરળતા રહેશે. જાન્યુઆરી ૨૦૧૯જ્રાક્નત્ન ૧૦૩જ્રાક્નત્ન બંધારણિય સંશોધન દ્વારા દેશના બાકીના ભાગમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ૧૦ ટકા અનામત આપવામાં આવ્યુ હતુ.

(3:59 pm IST)