મુખ્ય સમાચાર
News of Monday, 24th June 2019

NIAને વધુ ધારદાર કરશે મોદી સરકાર

પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાશે કેબીનેટની બેઠક

નવી દિલ્હી, તા. ર૪ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે. આ બેઠકમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને વધુ અધિકાર આપવા માટે બે કાયદામાં સંશોધન કરવા પર નિર્ણય લેવામાં આવી શકે છે. NIA કાયદામાં સંશોધન થયા બાદ આ તપાસ એજન્સી વિદેશમાં ભારતીયો અને ભારતીયોના હિત વિરુધ્ધ આતંકવાદીઓની પ્રવૃત્ત્િ।ઓ પર તપાસ કરી શકશે.

કેબિનેટ બેઠક બાદ સંશોધિત કાયદાને આ અઠવાડિયામાં સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. સંશોધન NIA ને સાઇબર અપરાધ અને માનવ તસ્કરી મામલે તપાસ કરવાની પણ મંજૂરી આપવામાં આવશે. અત્યાર સુધી માત્ર સંગઠનોને  'આતંકવાદી સંગઠન' તરીકે જાહેર કરવામાં આવે છે.

2017થી કેન્દ્રીય ગૃહ મંત્રાલય બે કાયદાઓ પર વિચાર કરી રહ્યું છે, જેના કારણે NIA વધુ શકિતશાલી બની શકે. મુંબઇમાં થયેલા આતંકી હુમલા બાદ 2009માં NIAનું ગઠન કરવામાં આવ્યું હતું. મુંબઇમાં થયેલા આ આતંકી હુમલામાં 117 લોકોના મોત નિપજયાં હતા.NIA અત્યાર સુધી માત્ર સંગઠનોને 'આતંકવાદી  સંગઠન' જાહેર કરે છે પરંતુ કાયદામાં સંશોધન બાદ તે વ્યકિતને પણ આતંકવાદી જાહેર કરી શકશે.

આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ અને આર્થિક મુદ્દે બેઠક યોજાશે. આ બેઠક સંસદ ભવનની નવી બિલ્ડીંગમાં થશે, જેની અધ્યક્ષતા પીએમ મોદી કરશે. આ બેઠકમાં NIA ને વધુ મજબૂત કરનારા સંશોધન બિલને મંજૂરી આપવામાં આવે તેવી સંભાવના છે. આ સાથે જ સરકાર બે અન્ય કાયદાઓમાં પણ સંશોધનની તૈયારી કરી રહી છે.

(4:00 pm IST)