મુખ્ય સમાચાર
News of Monday, 24th June 2019

વ્હોટ્સએપ દ્વારા ૫ નવા ફિચર ઉમેરાશેઃ હાઈ રીઝોલ્યુશન ઈમેજ, પૈસાની લેતી-દેતી, બેકઅપ, ડાર્ક મોડ અને સ્ટેટસ છુપાવવાની સુવિધા

નવીદિલ્હીઃ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મેસેજીંગએપ વ્હોસએપમાં હવે નવા ફીચર ઉમેરવામાં આવ્યા છે. વ્હોટએપ નિરંતર નવા પ્રયોગ કરતુ રહે છે. વ્હોટ્સએપમાં પાંચ નવા ફીચર  કાર્યરત થનાર છે. જેમાં ડાર્ક મોડ, ઓનલાઈન સ્ટેટસ સંતાડવા અને પૈસાના ટ્રાન્ઝકેશન કરવાના વિકલ્પનો  સમાવેશ થાય છે.

વ્હોટ્સએપનો વિશ્વભરમાં લગભગ ૧.૫ અરબ લોકો ઉપયોગ કરે છે. ફેસબુકના આધીપત્ય વાળા મેસેજીંગ એપમાં જે પાંચ નવા ફિચરનો ઉમેરો થવાનો છે તેમાં ઓનલાઈન સ્ટેટસ છુપાવવું, વ્હોટસઅપ પે, ડાર્ક મોડ, હાઈ રીઝોલ્યુશન ઈમેજીસ તથા બેકઅપ સુવીધા આપવા જઈ રહ્યું છે.

ઓનલાઈન સ્ટેટસ છુપાવવાના ફીચર ઉપયોગકર્તા પોતાનું લાસ્ટ સીન, રીડ અને રીસીપ્ટ સ્ટેટસને પૂરા નિયંત્રણ સાથે બીજાથી છુપાવી શકે છે.

વ્હોટસઅપ પે ઉપર લગભગ એક વર્ષથી કામ ચાલુ છે. યુપીઆઈ આધારીત પૈસાની લેતી- દેતી માટે આ ફિચર ટૂંક સમયમાં લોન્ચ થનાર છે.

ડાર્ક મોડ દ્વારા વ્હોટ્સઅપ ઉપર આ ફીચર ઓન કરવાની સાથે વપરાશકર્તાથી આંખો ઉપર ઓછુ જોર પડશે અને તેનો લુક પણ એકદમ સારો હશે. આ ઉપરાંત બેટરીનો વપરાશ પણ ઓછો થશે. હાલ આ સુવીધા ઉપર પણ કામ ચાલી રહ્યું છે.

વ્હોટ્સએપ ઉપર કોઈ ઈમેજને તમે બીજાને સેન્ડ કરો ત્યારે તેની કવોલીટી (રીઝોલ્યુશન) ઘટી જાય છે. વ્હોટ્સએપ દ્વારા આ ઈમેજનની સાઈઝ હાઈ કવોલીટીની રહે અને રીઝોલ્યુશન ઘટાડયા વિના મોટા ફોટા શેર કરવાની સુવિધા ટૂંક સમયમાં આપવા જઈ રહ્યું છે. બેક અપ આજના યુગમાં ખુબ જ મહત્વનું છે. ત્યારે વ્હોટ્સએપ દ્વારા ચેટ બેકઅપ ઉપરાંત ડિવાઈઝ (મોબાઈલ ફોન) બદલાતા પણ ડેટા સુરક્ષીત રહેશે. જો કે એન્ડ્રોઈડમાંથી આઈઓએસ મોબાઈલ ફોનમાં ટ્રાન્સફરમાં બેકઅપ અંગે મુશ્કેલી થઈ શકે છે.

(3:58 pm IST)