મુખ્ય સમાચાર
News of Monday, 24th June 2019

અમેરીકા માટે જાસુસી કરતા પૂર્વ કર્મચારીને ઇરાને ફાંસીએ લટકાવી દીધો

 વોશિંગ્ટનઃ ઇરાન અને અમેરિકા વચ્ચે યુદ્ઘ થશે તો તમામ અખાતી દેશો મુસીબતમાં મૂકાશે તેવું નિવેદન ઇરાનના ઉચ્ચ સૈન્યાધિકારીએ આપ્યું છે. મેજર જનરલ ગુલામઅલી રાશીદે નિવેદન આપ્યું છે કે યુદ્ઘ થશે તો અખાતી દેશોને વિપરિત અસર થશે અને અમેરિકાએ અખાતી દેશોમાં તૈનાત કરેલા સૈનિકોના જીવ પણ જોખમમાં મૂકાશે.

 અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એકતરફ ઇરાન પર વધુને વધુ પ્રતિબંધો ફરમાવવાની તૈયારી દર્શાવી રહ્યા છે જયારે બીજી તરફ તેેમણે એવું પણ નિવેદન આપ્યું છે કે ઇરાનના અર્થતંત્રને પ્રોત્સાહન આપવા તેઓ ઇરાન સાથે સંધિઓ કરવા માગે છે, જેથી બન્ને દેશો વચ્ચેની તણાવભરી પરિસ્થિતિનો અંત આવે.  બીજી બાજુ ઇરાને એના સંરક્ષણ મંત્રાલયના એક પૂર્વ સ્ટાફ સભ્યને અમેરિકી જાસૂસી સંસ્થા સીઆઇએ માટે જાસૂસી કરવાના ગુન્હાની સજારૂપે ફાંસીએ લટકાવી દીધો છે. જલાલ હાજીઝાવર નામના આ પૂર્વ સ્ટાફ સભ્યે કોર્ટમાં, પોતાને સીઆઇએ માટે જાસૂસી કરવા બદલ નાણાં મળતા હોવાનું સ્વીકાર્યું હતું. સત્ત્।ાવાળાઓએ એને દ્યરેથી જાસૂસી માટે વપરાતું યંત્ર પણ જપ્ત કર્યું હતું.  આથી એને ગયા સપ્તાહે તહેરાન પાસેની જેલમાં ફાંસીના માંચડે લટકાવી દેવાયો હતો,  હાજીઝાવરની પત્નીને પણ જાસુસીમાં સાથ આપવા બદલ કોર્ટે ૧૫ વર્ષની કેદની સજા ફટકારી છે.

 ઇરાન, પ્રસંગોપાત, અમેરિકા અને ઇઝરાયેલ સહિતના વિદેશોના જાસૂસોની અટકાયત વિષે જાહેરાત કરતું રહે છે. એણે ૨૦૧૬ માં અમેરિકા માટે જાસૂસી કરવાના ગુન્હામાં એક અણુવિજ્ઞાનીને ફાંસી આપી હતી.

(3:54 pm IST)