મુખ્ય સમાચાર
News of Monday, 24th June 2019

ભાજપમાં સામેલ થયા પછી પરિણામો ભોગવવા તૈયાર રહેજોઃ બળવાખોર તૃણમુલ સભ્યોને મમતાની ચોખ્ખી ચેતવણી

કોલકત્તા તા. ર૪ :  તૃણમૂલ કોંગ્રેસે પંચાયતો અને નગરપાલિકાઓના સભ્યો ભાજપમાં સામેલ થવા બાબતે કહ્યું કે ભાજપામાં સામેલ થવાથી તેમના હુકમો અને ગુન્હાઓ ધોવાઇ નહીં જાય. તૃણમૂલ કોંગ્રેસે ભાજપામાં સામેલ થનારા કેટલાક લોકોને સ્વાર્થી ગણાવીને કહયું કે જો તેમણે ખોટા કામ કર્યા હશે તો ભાજપામાં સામેલ થવા છતા પણ તેમણે પરિણામો ભોગવવા પડશે.

તૃણામૂલ કોંગ્રસના પ્રમુખ મમતા બેનર્જીએ પણ પક્ષના નેતાઓને ચેતવ્યા હતા કે ે સરકારી યોજનાઓમાં અથવા બીજી કોઇ રીતે ભ્રષ્ટાચારમાં સામેલ હશે તેમને જેલ ભેગા કરવામાં આવશે. રાજયના મુખ્ય પ્રધાાને આ ચેતવણી નદિયા જીલ્લામાં પક્ષના સંગઠનની મીટીંગમાં આપી છે. નદિયા જીલ્લામાં તૃણમૂલ કોંગ્રેસે બેમાંથી એક બેઠકમાં ભાજપનાને હાથે હાર ભોગવવી પડી છે.

નદિયા જીલ્લાના એક વરિષ્ઠ તૃણમૂલ નેતાએ કહયું કે અમારા પક્ષ પ્રમુખે અમને ભ્રષ્ટાચાર કરવા સામે ચેતવણી આપતા કહયું કે જો કોઇ પાસેથી ''કટ મની'' લીધા હોય તો પાછા આપી દેવા જો કોઇ સરકારી યોજનાનો લાભ આપવા માટે ''કટ મની'' લેતા પકડાશે તેને પકડી લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ પશ્ચિમ બંગાળના ત્રણ ધારાસભ્યો પ૦ થી વધારે  કાર્યકરો મંગળવારે ભાજપામાં જોડાઇ ગયા હતા જેમાં ભાજપા નેતા મુકુલ રાયના પુત્ર શુભ્રાંશુ રોય પણ સામેલ છે. પશ્ચિમ બંગળાની ર૯૪ સભ્યો ધરાવતી વિધાનસભા માટે ર૦૧૬ માં થયેલ ચુંટણીમં તૃણમૂલ કોંગ્રેસને ર૧૧ બેઠકો જયારે ભાજપાને ફકત ત્રણ બેઠકો મળી હતી ત્યાર પછીથી ભાજપના સતત મજબુત બનીને અત્યારે તૃણમૂલ માટે મૂખ્ય હરિફ બની ગયો છ.ે

(3:54 pm IST)