મુખ્ય સમાચાર
News of Monday, 24th June 2019

કારગીલ વિજયને ૨૦ વર્ષ પૂર્ણઃ ગ્વાલીયરમાં એર- શો યોજાયો

જમ્મુ- કાશ્મીર ક્ષેત્રમાં ૧૯૯૯માં ટાઈગર હિલ વિસ્તારમાં ભારતીય જવાનોએ પાકિસ્તાની સૈન્યને ખદેડી વિજય મેળવ્યો હતો. આ વિજયને આજે ૨૦ વર્ષ પૂર્ણ થતા મધ્યપ્રદેશના ગ્વાલીયર ખાતે ભારતીય એરફોર્સ દ્વારા એર ચીફ માર્શલ બીએસ.ધનોઆની હાજરીમાં એર- શોનું આયોજન કરાયુ હતુ. ઈન્ડીયન એરફોર્સના ફાઈટર પ્લેન- હેલીકોપ્ટરો દ્વારા આકાશમાં તાકાતનું પ્રદર્શન કરાયું  હતું. ઉપરાંત ટાઈગર હીલની પ્રતિકૃત બનાવી ૧૯૯૯માં જે રીતે એરફોર્સના જવાનોએ પરાક્રમ કર્યુ હતુ તેનું નિદર્શન પણ કરાયુ હતુ. આ પ્રસંગે કારગીલ યુધ્ધમાં ભાગ લેનાર સૈનિકો પણ હાજર રહ્યા હતા. એર ચીફ માર્શલ બીએસ.ધનોઆએ સંબોધન કર્યુ હતું.

(3:42 pm IST)