મુખ્ય સમાચાર
News of Monday, 24th June 2019

ભ્રામક વિજ્ઞાપન આપનાર દંડાશેઃ ટ્રાફીકનું ઉલ્લંઘન મોંઘુ પડશે

કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠકઃ અનેક મહત્વના નિર્ણયો લેવાયાઃ મહત્વના બિલો સંસદમાં રજૂ થશે : કન્ઝયુમર પ્રોટેકશન બિલ, મોટર વ્હીકલ અમેડમેન્ટ બિલને મંજુરીઃ ખાંડનો ર૦ લાખ ટનનો બફર સ્ટોક ઉભો કરવા નિર્ણય

નવી દિલ્હી, તા. ર૪ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં થયેલી બેઠક પૂર્ણ થઇ. આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા. કેબીનેટ કન્ઝયુમર પ્રોટેકશન બિલ ર૦૧૯ને મંજુરી આપવામાં આવી. આ બિલ આવતા સપ્તાહે સંસદમાં રજૂ કરવામાં આવશે. આ બિલમાં કન્ઝયુમરના હિતોની રક્ષા માટે નવી જોગવાઇ આંતરરાષ્ટ્રીય માનકો પર આધારિત છે. બીજીબાજુ આ કેબીનેટ બેઠકમાં મોટર વ્હીલ અમેન્ડમેન્ડ બિલને પણ મંજુરી આપવાના આવી. આ ઉપરાંત ચીનના ર૦ લાખ ટન બફર સ્ટોક બનાવા માટે કેબિનેટ નોટ જાહેર કરવામાં આવી છે.

આ ઉપરાંત ભ્રામક વિજ્ઞાપનો અને સુરક્ષાના મુદા અંગે સરકાર સખ્ત નજર આવી રહી છે. મોદી સરકારની કેબીનેટની બેઠક થઇ જેમાં આર્થિક મુદા અને સુરક્ષા મુદા અંગે અનેક મહતવના નિર્ણય કરવામાં આવ્યા. આર્થિક મામલાની કેબીનેટ કમીટીની બેઠકમાં ભરમક વિજ્ઞાપન પર દંડની જોગવાઇ કરવામાં આવ્યા છે.

બેઠકમાં ઉપભોકતા સંરક્ષણ બિલને પણ મંજુરી આપવામાં આવી છે સાથે જ ખેડૂતોને રાહત આપવા અંગે પણ મંથન કરવામાં આવ્યું. આ ઉપરાંત ઇકોનોમિક જોન સંશોધન બિલ પર પણ મંથન કરવામાં આવ્યું. બીજીબાજુ કેબીનેટની બેઠકમાં દેશની સુરક્ષા અંગે પણ અનેક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. બેઠકમાં એનઆઇએને વધુ અધિકાર આપવા અંગેનું મંથન કરવામાં આવ્યું.

ઉલ્લેખનીય છે  કે, એ પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેમના દરેક કેબીનેટ મંત્રીઓની સાથે બેઠક કરવામાં આવી હતી. બેઠકમાં મુસ્લિમ મહિલાઓના અધિકારો અને જમ્મુ કાશ્મીરમાં અનામત સાથે જોડાયેલા બીલ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી.

પીએમ મોદીના બીજા કાર્યકાળની આ પ્રથમ બેઠક હતી તેમાં અનેક એવા અધ્યાદેશોને લાગુ કરવાનો પર વિચાર કરવામાં આવ્યો હતો તે ગઇ સરકારમાં લટકેલા હતા.

(3:29 pm IST)