મુખ્ય સમાચાર
News of Monday, 24th June 2019

પૂનામાં ડ્રાયવરની હત્યા કરી કારની લૂંટ કરનારને અમીરગઢ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ઝડપ્યો

મહારાષ્ટ્રના પુનાથી ભાડાની કારના ડ્રાયવરની હત્યા કરીને કારની લૂંટ કરી રાજસ્થાન તરફ ભાગી રહેલ આરોપીને અમીરગઢ પોલીસ ઝડપ્યો

અમીરગઢ :ભાડાની કારના ચાલકની હત્યા કરીને કારની લૂંટ ચલાવી રાજસ્થાન તરફ ભાગતા આરોપીને અમીરગઢ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી લીધો છે અમીરગઢ પી.એસ.આઇ સી.પી.ચૌધરીને માહિતી મળેલ કે પુના શહેરમાં કારની લૂંટ વીથ મર્ડર કરી આરોપીઓ રાજસ્થાન તરફ ભાગી રહેલ છે, જે  અન્વયે પ્રદીપ સેજુળ સાહેબ પોલીસ અધિક્ષક તથા ઋષિકેશ ઉપાધ્યાય નાયબ પોલીસ અધિક્ષક ડીસાએ ગુજરાતમાંથી રાજસ્થાન જતા બોર્ડરના રસ્તાઓ ઉપર સખત નાકાબંધી કરી ઉપરોક્ત આરોપીઓ ભાગીના જાય તેની તકેદારી રાખવા સૂચના કરી હતી.

  અમીરગઢ પોલીસના સી.પી. ચૌધરી પોસઇ, અમીરગઢ તથા સ્ટાફના અમરા ભાઈ, પ્રવીણભાઈ, બળવંતસિંહ, મનજીભાઈ, જયરાજસિંહ, હસમુખદાન, દીપકભાઈ વિગેરે માણસોની અલગ અલગ ટિમો બનાવી ઉપરોક્ત કારની વોચમાં હતા. દરમ્યાન પાલનપુર તરફથી ઉપરોક્ત કાર આવતા અમીરગઢ પોલિસની અલગ અલગ ટીમોએ અમીરગઢ બોર્ડર ઉપર નાકાબંધી કરી કાર નં.MH.12.QG.8987ના ચાલકને કાર સાથે પકડી લીધેલ જે આરોપીની પૂછપરછમાં તથા પુના પોલીસ પાસેથી મળેલ માહિતી અન્વયે આરોપીઓ ઓન લાઇન બુકીંગ કરી કાર ભાડે લઈ જવાનું નક્કી કરી ભાડાની કારના ડ્રાયવર સુનિલ રઘુનાથ શાત્રી રહે. પુનાવાળાને ગળું દબાવી મારી નાખી ફેંકી દઇ કારની લૂંટ કરી કાર લઈ રાજસ્થાન ભાગતા હતા.

 પોલીસે એક આરોપી તપીશકુમાર પુખરાજ જાટ (રહે.ભગતની કોઠી, જોધપુર) ને ઝડપી લીધેલ. જેના અનુસંધાને પુનાના કોડવા પો.સ્ટે.ના પી.આઈ. ચેતન મોરે તેમની ટિમ સાથે અમીરગઢ આવી ઉપરોક્ત આરોપીનો કબ્જો સંભાળી લીધેલ છે. આમ અમીરગઢ પોલીસની સતર્કતાના કારણે એક નિર્દોષ વ્યકિતની હત્યા કરી નાસી જતા આરોપીને ઝડપી લઈ ઉમદા કાર્યવાહી કરી અનડિટેક ગુનો શોધી કાઢેલ છે. સદર ગુનામાં રાજુ ડોલી નામની રાજસ્થાનના જોધપુરની ગેંગ સંડોવાયેલ હોવાનું પ્રાથમિક તબબકે જણાય આવેલ છે.

(2:25 pm IST)