મુખ્ય સમાચાર
News of Monday, 24th June 2019

આદિવાસી મહિલાઓનું શોષણકરતા મુસ્લિમ યુવકોનું ગળું કાપી નાખવા તેલંગાણા ભાજપ સાંસદની ધમકી

લઘુમતી નેતાઓએ બીજેપી સાંસદ મોયમ બાપૂ રાવ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી

તેલંગાણાના આદિલાબાદના ભાજપના સાંસદ સોયમ બાપૂ રાવે મુસ્લિમ યુવકોના ગળા કાપી નાંખવાની ધમકી આપી છે ભાજપ સાંસદનો આરોપ છે કે આદિવાસી જિલ્લામાં મુસ્લિમ યુવકો આદિવાસી મહિલાઓનું શોષણ કરી રહ્યાં છે અને તે આ સાંખી નહી લે. આ ધમકી આપવાના મામલે લઘુમતી નેતાઓએ બીજેપી સાંસદ મોયમ બાપૂ રાવ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

  લઘુમતી નેતા સાજિદ ખાને આદિલાબાદ એસીપી કંચા મોહન સમક્ષ ફરિયાદ દાખલ કરી છે. સાજિદ ખાને આ નિવેદનને ખોટુ ઠેરવ્યું છે અને પોલીસ ફરિયાદ નોંધાવી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે સોયમ બાપૂરાવ અગાઉ તેલંગાણા રાષ્ટ્ર સમિતી અને કોંગ્રેસમાં રહી ચુક્યાં છે. વર્ષ 2004માં ટીઆરએસની ટિકિટ પર બોથ બેઠકથી ચૂંટણી જીત્યા પરંતુ પછીથી કોંગ્રેસમાં જોડાયા. 2018માં વિધાનસભા ચૂંટણીમાં તેઓ હારી ગયાંહતા . બીજેપીએ તેમને ટિકિટ આપવાનું આશ્વાસન આપ્યું જે બાદ તેમણે આ વર્ષે માર્ચ મહિનામાં બીજેપીમાં જોડાયા હતા  આદિલાબાદ અનુસૂચિત જનજાતિ રિઝર્વ સીટ છે.

(1:01 pm IST)