મુખ્ય સમાચાર
News of Monday, 24th June 2019

મોદીએ વાયદા પૂર્ણ કરવા માટે સમિતિનું ગઠન કર્યું

કોર સમૂહના અધ્યક્ષ એચ.કે. શર્માને ૧પ દિવસની અંદર રીપોર્ટ જમા કરવાનો આદેશ

નવી દિલ્હી, તા. ર૪ : કેન્દ્રીય લોકનિર્માણ વિભાગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નિર્દેશાનુસાર પાંચ વર્ષીય 'દૃષ્ટિ દસ્તાવેજ'ના પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને એક માળખુ તૈયાર કરવા માટે સાત સભ્ય કોર સમૂહનું ગઠન કરવામાં આવ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે કોર સમૂહના અધ્યક્ષ અતિરિકત મહાનિર્દેશક એમ.કે. શર્માને ૧પ દિવસની અંદર રીપોર્ટ જમા કરાવા માટે કહેવામાં આવ્યું છે.

કેન્દ્રીય લોકનિર્માણ વિભાગના જણાવ્યા મુજબ હાલમાં જ સચિવોની સાથે થયેલી બેઠકમાં વડાપ્રધાનને આદેશ આપવામાં આવ્યો હતો કે પ્રત્યેક મંત્રાલય એક મહીનાની અંદર પાંચ વર્ષનો દસ્તાવેજ તૈયાર કરશે.

દરેક મંત્રાલયોને મોકલવામાં આવેલા વડાપ્રધાનના નિર્દેશો મુજબ પ્રત્યેક મંત્રાલય ર૧ દિવસીય પ્રભાવી એજેન્ડા તૈયાર કરશે અને આ કેબીનેટની મંજૂરી જો જરૂરીયાત હોય તો મંત્રીની મંજૂરી અને આર્થિક વ્યવસ્થા સુનિશ્ચિત કરશે. તેની સાથે એ પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે તેનું પરિણામ ૧૦૦ દિવસમાં પ્રાપ્ત હોય.અધિકારીએ જણાવ્યું કે કોર સમૂહ વડાપ્રધાનના નિર્દેશોનું અધ્યયન કરશે અને અત્યાર સુધીની કરવામાં આવેલી કાર્યવાહી વિશે વિસ્તારથી જણાવશે. તેઓએ જણાવ્યું કે સમૂહ આ મુદા પર તે વિશિષ્ટ બિંદુઓ અને સમયમર્યાદાને સ્પષ્ટ કરતી કાર્ય યોજનાની સાથે એક રોડમેપ પણ તૈયાર કરશે, જેના પર ભવિષ્યમાં કાર્યવાહી કરાશે.

(11:44 am IST)