મુખ્ય સમાચાર
News of Monday, 24th June 2019

અલગ રહેતા પતિથી બાળક ઈચ્છે છે મહિલાઃ પહોંચી કોર્ટ

મહિલાનું કહેવું છે કે, તેની મા બનવાની ઉંમર ખતમ થાય તે પહેલા તે મા બનવા માંગે છે

મુંબઇ, તા.૨૪: મહારાષ્ટ્રમાં એક ૩૫ વર્ષની મહિલાએ અલગ રહેતા પતિથી બીજુ બાળક મેળવવા માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. મહિલાનું કહેવું છે કે, તેની મા બનવાની ઉંમર ખતમ થાય તે પહેલા તે અલગ રહેતા પતિની સાથે અથવા તો વૈવાહિક સંબંધ ફરીથી કરી અથવા ઈનવિટ્રો ફર્ટિલાઈજેશન દ્વારા ગર્ભ ધારણ કરવાની મંજૂરી આપવામાં આવે.

કોર્ટે આ મામલામાં પોતાના એક આદેસમાં પ્રાઈવેટ સ્વાયત્તતા અને પ્રજનન સ્વાસ્થ્ય પર આંતરરાષ્ટ્રીય કાયદા અને સંધિઓનો હવાલો આપી પત્નીના પ્રજનના અધિકારને માનવ મૂળભૂત અધિકાર ગણાવ્યો છે. કોર્ટે પતિ અને પત્ની બંનેને ૨૪ જૂને મેરેજ કાઉન્સિલર પાસે જઈ સલાહ લેવાનો અને એક મહિનાની અંદર આઈવીએફ વિશેષજ્ઞ સાથે મુલાકાત કરવાનો નિર્દેશ આપ્યો છે.

પતિએ મહિલાની અરજીને અવૈધ, ગણાવતી અને સામાજીક માપદંડના વિરુદ્ઘ ગણાવી છે. પોતાના આદેશમાં નાંદેડની ફેમિલી કોર્ટની જજ સ્વાતિ ચૌહાણે લખ્યું કે, તકનીકી મદદથી બાળક પેદા કરવું કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન નથી અને ના લેખિત અથવા અલિખિત સામાજીક માપદંડનું ઉલ્લંઘન છે. પ્રતિવાદી તકનીકી મદદથી બાળક પેદા કરવા માટે પોતાની સહમતિ નથી આપી શકતા, પરંતુ કોઈ સાચા તર્ક વગર તેને ના પાડવા પર કાયદાના પરિણામનો સામનો કરવો પડી શકે છે.

જજ સ્વાતિ ચૌહાણે કહ્યું કે, બાળકના પ્રજનન અથવા વંશ વૃદ્ઘિને માત્ર કાયદા કે કાયદાકીય પ્રક્રિયાથી હલ નથી કરી શકાતી. પ્રજનનના મુદ્દાને કિલનિકલી સોલ્વ કરવો પડે છે. તેમણે કહ્યું કે, આઈવીએફ વિશેષજ્ઞ ડોકટર સાથે મુલાકાત બાદ તે ડોકટર એક ગોપનીય રિપોર્ટ બાદમાં કોર્ટને સોંપશે. જોકે, પતિની આ પ્રક્રિયામાં સહમતી ખુબ મહત્વપૂર્ણ છે.

તમને જણાવી દઈએ કે, પતિ અને પત્ની બંને કામ કરે છે અને તેમને એક બાળક પહેલાથી જ છે. મુંબઈમાં રહેતા પતિએ વર્ષ ૨૦૧૭માં ક્રૂરતાનો આરોપ લગાવી છૂટાછેડા માટે અરજી કરી હતી. તો પત્નીએ પણ નાંદેડની કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. બંનેના મામલા હજુ કાર્યમાં ચાલુ છે. આ બધા વચ્ચે ૨૦૧૮માં પત્નીએ બીજા બાળક માટે અરજી દાખલ કરી. પત્નીએ કહ્યું કે, બીજુ બાળક તેની વૃદ્ઘાવસ્થા માટે જરૂરી છે.(૨૩.૬)

(10:17 am IST)