મુખ્ય સમાચાર
News of Monday, 24th June 2019

મહારાષ્‍ટ્રમાં ખેડૂતોને વિમાની રકમ ન મળતા આત્‍મહત્‍યાના બનાવથી ઉદ્વવ ઠાકરેની વિમા કંપનીઓને તાળા મારવાની ચીમકીથી ખળભળાટ

મુંબઇ : મહારાષ્ટ્રમાં ખેડૂતની આત્મહત્યા બાદ રાજકારણ ગરમાયુ છે. ખેડૂતોને પાક વીમો ન મળવાના કારણે જીવન ટુંકાવી રહ્યા છે. ત્યારે આ મામલે શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યુ કે, વીમા કંપની ખેડૂતોને વીમાની રકમ નહીં આપે તો વીમા કંપનીઓને બંધ કરી દેવામાં આવશે.

જ્યારે ખેડૂતોને નાણાની જરૂર હોય છે ત્યારે ખેડૂતોને વીમા કંપનીઓ નાણા આપતી નથી. ઉદ્ધવ ઠાકરેએ વીમા કંપનીઓને ચેતાવણી આપતા જણાવ્યુ કે, ખેડૂતોને વીમાની રકમ નહીં આપવામાં આવે તો કંપનીને તાળા મારવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

મહત્વપૂર્ણ છે કે, ખેડૂતોને પાક વીમાની રકમ ન મળતા મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પણ સરકારને નિશાને લઈ રહ્યા છે. ત્યારે શિવસેના સુપ્રીમોએ પણ વીમા કંપનીઓને ચેતાવણી આપી છે.

(12:00 am IST)