મુખ્ય સમાચાર
News of Monday, 24th June 2019

બસપામાં ધરખમ ફેરફાર :માયાવતીએ ભાઈ આનંદકુમારને ફરી ઉપાધ્યક્ષ બનાવ્યા :ભત્રીજાને રાષ્ટ્રીય સમન્વયકની જવાબદારી

દાનિશ અલી લોકસભામાં અને વરિષ્ઠ નેતા સતિષચંદ્ર મિશ્રા રાજ્યસભામાં નેતા નિયુક્ત

ઉત્તરપ્રદેશના લખનઉમાં બહુજન સમાજ પાર્ટીની બેઠકમાં ઘણાં મહત્વપુર્ણ નિર્ણય લેવાયા છે. આ બેઠકમાં માયાવતીએ પોતાના ભાઈ અને ભત્રીજાને નંબર 2 અને 3ની પોઝીશનવાળી પોસ્ટ આપી દીધી છે. બસપામાં સંગઠનિક સ્તરે પણ અનેક ફેરફાર કર્યા છે . બસપા સુપ્રીમો માયાવતીના ભાઈ આનંદ કુમારને ફરી એકવાર પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવાયા છે.

  માયાવતીના ભત્રીજા આકાશ આનંદને રાષ્ટ્રીય સમન્વયકની જવાબદારી સોંપવામાં આવી છે. સાથે  પાર્ટીમાં રાષ્ટ્રીય સ્તરે બે સમન્વયક બનાવાયા છે. દાનિશ અલી લોકસભામાં BSPના નેતા જયારે જૌનપુરના સાંસદ શ્યામસિંહ યાદવ લોકસભામાં BSPના ઉપનેતા હશે. જ્યારે પાર્ટીના વરિષ્ઠ નેતા સતીશચંદ્ર મિશ્ર રાજ્યસભામાં BSPના નેતા હશે. આ બેઠકમાં BSPના તમામ નેતાઓને બોલાવવામાં આવ્યા હતા. નેતાઓની સાથે બેઠકમાં પાર્ટી પ્રમુખ માયાવતીએ આ પદો માટે નિર્ણય લીધો હતો.

(12:00 am IST)