મુખ્ય સમાચાર
News of Sunday, 24th June 2018

યોગી આદિત્યનાથે લખનવમાં જાતે ઝાડુ પકડીને ગોમતી નદીની સફાઈ કરવાનું શરુ કર્યું: કેબિનેટ મંત્રી ગોપાલજી ટંડન સહીત બીજા પણ ઘણા નેતાઓ અભિયાનમાં જોડાયા

નવી દિલ્હીઉત્તરપ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વછતા અભિયાન હેઠળ લખનવમાં ગોમતી નદીનું સફાઈ અભિયાન શરૂ કર્યું છે. મુખ્યમંત્રીએ જાતે ઝાડુ પકડીને ગોમતી નદીની સફાઈ કરવાનું શરુ કર્યું. આ દરમિયાન તેમની સાથે ઘણા મંત્રીઓ અને નેતાઓ શામિલ હતા. ખરેખર છેલ્લા કેટલાક દિવસથી ગોમતી નદીનો જળ પ્રવાહ રોકી દેવાને કારણે ઘણી ગંદકી જમા થઇ ગયી હતી, જેને કારણે આજે મુખ્યમંત્રી ઘ્વારા ગોમતી નદીનું સફાઈ અભિયાન શરૂ કર્યું છે. ગોમતી નદી સફાઈ અભિયાનમાં તેમની સાથે કેબિનેટ મંત્રી ગોપાલજી ટંડન સહીત બીજા પણ ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. આ અભિયાનમાં શહેરના ઘણા નેતાઓ અને વિધાયકો પણ જોડાશે.

આપણે જણાવી દઈએ કે ગોમતી નદીની સફાઈ માટે નગર નિગમની મદદ માટે ઘણા લોકો આગળ આવ્યા છે. તેના માટે ચાર ઝોન બનાવવા આવ્યા છે. જેમાં કુલ 8 ઝોનલ અધિકારીઓ ગોઠવવામાં આવ્યા છે. ગોમતી નદીની સફાઈ પછી જે કચરો નીકળશે તેને પણ ઉઠાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે, જેને કારણે તેની સફાઈ કર્યા પછી ફરી ત્યાં ગંદગી ના થાય. ગોમતી નદીની સફાઈ કરવામાં વેપારીઓ ઘ્વારા પણ આગળ આવીને ભાગ લેવામાં આવ્યો.

આ પહેલા શનિવારે કાનૂન મંત્રી બ્રિજેશ પાઠકના ઘરે લખનવ વેપાર મંડળ અને અમીનાબાદ સંઘર્ષ સમિતિના સદસ્યો ઘ્વારા બેઠક કરવામાં આવી હતી. જેમાં ઝુલેલાલ પાર્ક પાસે ગોમતી નદીને સાફ કરવાની વાત કરવામાં આવી. તેની સાથે સાથે એવા પણ નિર્દેશ આપવામાં આવ્યા છે કે તેમાં કોઈ પણ પ્રકારની લાપરવાહી સહન નહીં કરવામાં આવે.

(12:18 pm IST)