મુખ્ય સમાચાર
News of Sunday, 24th June 2018

અમેરિકામાં નવો આવિષ્કાર ;બનાવ્યું વિશ્વનું સૌથી નાનું કોમ્પ્યુટર:સાઈઝ ચોખાના દાણાથી પણ ઓછી

સ્વિચ્ડ ઓફ થતાની સાથે જુના ડેટાને ડિલીટ કરી દેશે

અમેરિકાની મિશિગન યૂનિવર્સિટીએ વિશ્વનું સૌથી નાનું કોમ્પ્યૂટર બનાવ્યું છે 0.3 મીલીમીટર X 0.3 મીલિમીટર આકારવાળા આ કોમ્પ્યુટરની સાઈઝ ચોખાના દાણા કરતાં પણ ઓછી છે આ કોમ્પ્યુટરનું આકાર આઈબીએમના સૌથી નાના કોમ્પ્યુટરથી 10 ઘણી નાની છે. આ કોમ્પ્યુટરની ખાસિયત એ છે કે આ સ્વિચ્ડ ઓફ થતાની સાથે જુના ડેટાને ડિલીટ કરી દે છે  મિશિગન યૂનિવર્સિટી અનુસાર, આ કોમ્પ્યુટર કેન્સરના સારવારના નવી રીતો શોધવામાં મદદ રૂપ થઈ શકે છે.

  મિશિગન યૂનિવર્સિટીમાં ઈલેક્ટ્રિકલ એન્ડ કોમ્પ્યુટર એન્જિનિયરિંગના પ્રોફેસર ડેવિડ બ્લાઉની આગેવાની હેઠળ કોમ્પ્યૂટરને તૈયાર કરવામાં આવ્યો છે. પ્રોફેસર બ્લાઉએ જણાવ્યું કે, અમે ચોક્કસ કહી શકતા નથી કે, આને કોમ્પ્યુટર કહેવાય કે નહી. કેમ કે, આ ખુબ જ નાનો છે.

  પ્રોફેસર જણાવ્યું કે, આ કોમ્પ્યુટરમાં RAM અને ફોટોવોલટાઈક્સ ઉપરાંત, માઈક્રો-કોમ્પ્યુટિંગ ડિવાીસ મિશિગન માઈક્રો મોટે લાગેલ છે. આમાં પ્રોસેસર્સ, વાયરેલસ ટ્રાન્સમિટર્સ અને રિસીવર્સ પણ લાગેલ છે. આ કોમ્પ્યુટરમાં લાગેલ રિસીવર્સ 'મોટે' પારંપરિક રેડિયો એન્ટીનાથી પણ નાના હોય છે. તેથી આ કોમ્પ્યુટર વિજિબલ લાઈટમાં જ ડેટાને રિસીવ અને ટ્રાન્સમિટ કરે છે. બેસ સ્ટેશન લાીટ પ્રોવાઈડ કરે છે, જેનાથી પ્રોગ્રામિંગ ચાલે છે અને ડેટા રિસીવ થાય છે.

  પ્રોફેસર ડેવિડ બ્લાઉ અનુસાર, આ કોમ્પ્યુટરથી ઘણા બધા કામ કરી શકાય છે, તેનો ઉપયોગ કેટલાક ઉદેશ્યો માટે પણ કરવામાં આવી શકે છે. તેમને જણાવ્યું કે, આ કોમ્પ્યુટરને ખાસ કરીને ટેમ્પરેચર સેન્સર માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ કોમ્પ્યુટર ટેમ્પરેચરને ટાઈમ ઈન્ટરવલમાં ફેરવી શકે છે. જેને ઈલેક્ટ્રોનિક્સ પલ્સ કહે છે. પ્રોપેસર બ્લાઉનું કહેવું છે કે, આ કોમ્પ્યુટરનો ઉપયોગ ઓન્કોલોજી એટલે કેન્સરના સારવાર માટે કરવામાં આવી શકે છે.

   અત્રે ઉલેલ્ખનીય છે કે આ પહેલા વર્ષ 2015માં અત્યાર સુધીનો સૌથી નાનો કોમ્પ્યુટર બન્યો હતો, જેને મિશિગન માઈક્રો મોટેએ 2 x 2 મીલીમીટર આકારમાં બનાવ્યો હતો. હવે આ નવો કોમ્પ્યુટર આકારમાં તેના કરતાં પણ અડધો છે. કંપનીનો દાવો છે કે, આ નાનકડો કોમ્પ્યુટર આવનારા પાંચ વર્ષોમાં ટેકનોલોજીને ધરમૂળથી બદલીને મૂકી દેશે.

(12:00 am IST)