મુખ્ય સમાચાર
News of Tuesday, 24th May 2022

રશિયાને ફળ્‍યું યુક્રેન સાથેનું યુદ્ધઃ રૂબલ છ વર્ષની ટોચે પહોંચ્‍યો

નવી દિલ્‍હી, તા.૨૪: વિશ્વના ટોચના ચતુર-ચાલાક નેતાઓમાં ગણના પામતા રશિયાના રાષ્‍ટ્રપતિ પુતિને યુક્રેન સામે યુદ્ધ માંડ્‍યા બાદ સમગ્ર વિશ્વમાંથી રશિયા પર અનેક આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્‍યા હતા. જોકે પુતિને કૂટનીતિથી આ તમામ પ્રતિબંધો છતા દેશના અર્થતંત્રને કોઈ નકારાત્‍મક અસર ન થાય તેની તકેદારી રાખી હતી અને તેનું જ પરિણામ છે કે આજે યુદ્ધની સ્‍થિતિ છતા રશિયાની કરન્‍સી ઐતિહાસિક ટોચે પહોંચી છે.

લાઈવ ડેટા પ્રમાણે રશિયન રૂબલ અમેરિકન ડોલરની સામે ૫૫ના સ્‍તરે પહોંચ્‍યું છે. રસપ્રદ વાત એ છે કે યુક્રેન સાથેના યુદ્ધ પૂર્વે રશિયન રૂબલ ૮૮-૯૦ આસપાસ હતો જે આજે ૫૫ પ્રતિ યુએસ ડોલરના લેવલે પહોંચ્‍યો છે, જે છેલ્લા ૬ વર્ષની ટોચ છે.વિદેશી દેવામાં ડિફોલ્‍ટની આશંકા વચ્‍ચે રશિયન કરન્‍સીની મજબૂતાઈનું કારણ રશિયાની આર્થિક કૂટનીતિ જ્‍વાબદાર છે. રશિયા વિશ્વનો સૌથી મોટો કુદરતી ગેસનો નિકાસકાર દેશ કહેવાય છે અને રશિયાએ યુરોપિયન દેશોને નેચરલ ગેસ ખરીદવો હોય તો રૂબલમાં જ ચૂકવણી કરવી પડશે તેવી શરત મુકતા ના છૂટકે કુદરતી ગેસ માટે રૂબલમાં ચૂકવણી યુરોપના દેશો કરવી પડી રહી છે.

આ સિવાય ઓપેક અને અમેરિકા બાદ સૌથી વધુ તેલ ઉત્‍પાદક અને નિકાસકાર દેશોમાં પણ રશિયા અગ્રેસર છે, તેથી રશિયાએ આ કટોકટીની સ્‍થિતિમાં ગ્‍લોબલ બેંચમાર્ક ક્રૂડ ભારત-ચીન જેવા મોટાઅ ક્રૂડ આયાતકાર દેશોને ૨૦ ટકા્રુ ડિસ્‍કાઉન્‍ટે ઓફર કરીને પોતાની જરૂરીયાતો સંતોષોઈ લધી છે અને તેને કારણે જ રૂબલની મક્કમ ચાલ અકબંધ છે.

(3:25 pm IST)