મુખ્ય સમાચાર
News of Sunday, 24th May 2020

ચીન કોરોના વાયરસ રોગચાળાની ઉત્પત્તિ સંબંધિત તપાસ માટે તૈયાર

ચીને કહ્યું તપાસ રાજકીય હસ્તક્ષેપથી મુક્ત હોવી જોઈએ.

બેઈજિંગ:કોરોના વાયરસ બાબતે વૈશ્વિક સ્તરે આલોચનાઓનો સામનો કરી રહેલું ચીન હવે આ રોગચાળાની ઉત્પત્તિની તપાસ માટે તૈયાર થઈ ગયું છે.

ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે, ચીન કોરોના વાયરસ પેદા થવા સંબંધિત આંતરરાષ્ટ્રીય તપાસ માટે ખુલ્લું છે પણ આ તપાસ રાજકીય હસ્તક્ષેપથી મુક્ત હોવી જોઈએ.

ચીનના વિદેશ મંત્રીએ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણીઓ પર કહ્યું કે, વાયરસની ઉત્પત્તિ અંગે ચીનને કલંકિત કરવા તથા અફવા ફેલાવવાની અમેરિકાની કોશિશો નિષ્ફળ થઈ છે.

, વિશ્વ આરોગ્ય સંગઠનની બેઠકથી અલગ પણ અમેરિકા અને ઑસ્ટ્રેલિયાએ વાયરસના ઉદભવ સંબંધિત ઈન્ટરનેશનલ તપાસની માંગણી કરી હતી.

વાંગ યીએ ચીનના વાર્ષિક સંસદ સત્ર નિમિત્તે વાતચીત કરતા કહ્યું કે, ચીન વાયરસના સ્ત્રોને જોવા માટે ઈન્ટરનેશનલ વૈજ્ઞાનિક સમુદાયની સાથે કામ કરવા માટે ખુલ્લુ છે. અમે જાણીએ છીએ કે, આ તપાસ પ્રોફેશનલ, નિષ્પક્ષ અને રચનાત્મક હોવી જોઈએ.

તેમણે કહ્યું કે, નિષ્પક્ષતાનો અર્થ છે કે, તપાસ પ્રક્રિયા રાજકીય હસ્તક્ષેપથી મુક્ત હોય. તમામ દેશોની સંપ્રભુતાનું સન્માન કરો અને અનુમાનના આધારે કોઈને અપરાધી ઠેરવવાનો વિરોધ કરો.

જણાવી દઈએ કે, અમેરિકા હંમેશાંથી આરોપ લગાવતું આવ્યું છે કે, કોરોના વાયરસ ચીનની એક અતિ સુરક્ષાવાળી લેબથી લીક થયો છે.

(10:46 pm IST)