મુખ્ય સમાચાર
News of Friday, 24th May 2019

બંગાળી અભિનેત્રી નુસરત જહાંએ ભાજપના ઉમેદવાર સયાંતા બાસુને ૩ લાખ મતોથી હરાવ્યા

બંગાળી એક્ટ્રેસ નુસરત જહાંએ . બંગાળની બસીરહાટ બેઠક પરથી તૃણમુલ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી. નુસરતે ભાજપ ઉમેદવાર સયાંતા બાસુને ત્રણ લાખ મતોથી પરાજય આપ્યો છે. નુસરતનો જન્મ પશ્ચિમ બંગાળના કોલકાતામાં 8 જાન્યુઆરી, 1990ના દિવસે થયો હતો. તેણે બીકોમમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે.

નુસરત સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર બહુ એક્ટિવ રહે છે. તે પોતાની તસવીર અને વીડિયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરતી રહે છે.

નુસરતે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત 2011માં બંગાળી ફિલ્મ શોત્રુથી કરી હતી. ફિલ્મમાં તેણે પુજા નામની યુવતીનો રોલ કર્યો હતો. ફિલ્મમાં નુસરતના કામના ભારે વખાણ થયા હતા.

કોલકાતાની નુસરત જહાંએ પોતાની ફિલ્મી કરિયરમાં અનેક ટોચના સ્ટાર્સ સાથે કામ કર્યું છે.

વ્યવસાયે મોડેલ રહી ચુકેલી નુસરત જહાંએ બોલો દુર્ગા ભાઈ કી, હર હર બ્યોમકેશ અને જમાઈ 420 જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

(5:22 pm IST)