મુખ્ય સમાચાર
News of Friday, 24th May 2019

૫ વર્ષના મોદી શાસનમાં શેરબજારની સંપત્તિમાં રૂ. ૭૫ લાખ કરોડનો ઉછાળો

નવી દિલ્હી તા. ૨૪ : વડાપ્રધાન મોદીએ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ધમાકેદાર વિજય મેળવ્યો ત્યારથી અત્યાર સુધીમાં ભારતીય બજારની સંપત્તિમાં રૂ. ૭૫.૨૫ લાખ કરોડનો ઉછાળો નોંધાયો છે. 'મોદી રાજ'ના પાંચ વર્ષમાં સેન્સેકસ ૬૧ ટકા ઊછળ્યો છે. ૧૬ મે ૨૦૧૪થી બજારની ચાલનું વિશ્લેષણ દર્શાવે છે કે, સેન્સેકસ મોદી શાસનમાં ૧૪,૬૮૯.૬૫ પોઇન્ટ (૬૦.૮૯ ટકા) ઊછળ્યો છે. ભાજપની આગેવાનીમાં એનડીએની દમદાર જીતના સંકેતથી ખુશ સેન્સેકસે ગુરૂવારે સવારના સત્રમાં જ ૪૦,૧૨૪.૯૬ની સર્વોચ્ચ સપાટી સર કરી હતી. મોદીના પાંચ વર્ષના શાસનમાં BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ-કેપ ૧૬ મે ૨૦૧૪થી ૨૩ મે ૨૦૧૯ના ગાળામાં રૂ. ૭૫ લાખ કરોડથી વધી રૂ. ૧૫૦.૨૫ લાખ કરોડે પહોંચ્યું છે, જે રૂ. ૭૫.૨૫ લાખ કરોડની વૃદ્ઘિ દર્શાવે છે. ગુરૂવારના બંધને આધારે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ-કેપ રૂ. ૧,૫૦,૨૫,૧૭૫.૪૯ કરોડે પહોંચ્યું હતું.

(4:08 pm IST)