મુખ્ય સમાચાર
News of Friday, 24th May 2019

નરેન્દ્રભાઈ-અમિતભાઈ ઉપરાંત કયા નેતાઓ મોખરે રહ્યા?

મુંબઈ : ભાજપના ભવ્ય વિજયમાં મોદી ઉપરાંત આ નેતાઓની પણ મહત્વની ભૂમિકા રહી હતી. લોકશાહી વ્યવસ્થામાં જીત નાની હોય કે મોટી, સંગઠન તરીકે કામ કર્યા વિના તે શકય નથી. સંગઠન તો બની જાય પણ તેને યોગ્ય દિશામાં આગળ વધારી તેની પાસે કામ કઢાવવા માટે કુશળ નેતૃત્વ પણ એટલું જ જરૂરી છે. આ રીતે જોવામાં આવે તો ૧૭મી લોકસભાની રચના માટે યોજાયેલી ચૂંટણીના કુશળ નાયક તરીકે નરેન્દ્રભાઈ મોદીનું નામ સૌથી ઉપર આવે છે.

ચૂંટણીના ઇતિહાસના પાના ઉથલાવીને અભ્યાસ કરતા જાણવા મળ્યું છે કે ભારતમાં ઇન્દિરા ગાંધી બાદ નરેન્દ્ર મોદી પહેલા એવા નેતા છે, જેમના નામ પર પાર્ટી સતત બીજી ટર્મ માટે શાનદાર બહુમતીથી ચૂંટણી જીતી છે. અહીં નરેન્દ્ર મોદી એટલા માટે વધુ ચઢિયાતા સાબિત થયા છે કેમ કે તેમને રાજકારણ વારસામાં મળ્યું ન હતું. આ સાથે તેમની પાર્ટીને કોંગ્રેસ પાર્ટી જેવી વ્યાપક ઓળખ પ્રાપ્ત ન હતી. કોઇ પણ લડાઇ જીતવામાં વિજયનો શ્રેય તેના સેનાપતિને જ મળે છે, આમ છતાં ભાજપની જીતમાં અન્ય નાયકોની ભૂમિકા પણ મહત્વની રહી છે.

ઓમ માથુર, જેપી નડ્ડા અને ભૂપેન્દ્ર યાદવ : ઉત્ત્।રપ્રદેશમાં પ્રતિકૂળ પરિસ્થિતિમાં વિજય માટેનો શ્રેય ઓમ માથુર અને જેપી નડ્ડા જાય છે.

બીજી બાજુ, બિહારમાં એક તરફી બાજી લાવી દેવાનો શ્રેય ભૂપેન્દ્ર યાદવને ફાળે જાય છે.

અમિતભાઈ શાહ : ભારતીય જનતા પક્ષની જીતના હીરો પાર્ટી અધ્યક્ષ અમિત શાહ પણ છે. ૨૦૧૪ માં પાર્ટીના મહાસચિવની ભૂમિકામાં, તેમણે ઉત્ત્।ર પ્રદેશથી ૭૩ બેઠકો મેળવી હતી, જયાં પાંચ વર્ષ પહેલાં ભારતીય જનતા પક્ષને માત્ર દસ બેઠકો મળી હતી. ત્યારથી લોકો તેમની કુશળતાને સલામી આપે છે. ઉત્ત્।ર પ્રદેશની સફળતાએ જ તેમને ભાજપમાં મહાસચિવ પદેથી પાર્ટી અધ્યક્ષ પદ સુધી પહોંચાડ્યા. અમિત શાહ અત્યાર સુધી રાજયસભાના સભ્ય હતા, પરંતુ આ વખતે તેમણે ગાંધીનગર બેઠક પરથી લોકસભાનો માર્ગ પકડ્યો છે.

રાજકીય વર્તુળોમાં એવું માનવામાં આવે છે કે લોકસભા ચૂંટણી ૨૦૧૯જ્રાક્નત્ન પાર્ટીના ભવ્ય વિજય પછી તેમનું કદ વધ્યું છે. હવે તેમને સરકારમાં ભૂમિકા આપી શકાય છે. ભારતીય જનતા પાર્ટીનું એક જૂથ તેમને ગૃહમંત્રી બનાવવામાં આવશે એવો દાવો કરી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી એક વ્યકિત, એક પદના સિદ્ઘાંતને અનુસરે છે, તેથી અમિત શાહને સરકારમાં પદ આપવામાં આવશે તો પાર્ટી અધ્યક્ષ પદે એક નવો ચહેરો આવશે.

કૈલાશ વિજયવર્ગીય અને સંદ્યના અન્ય કાર્યકરો : ભારતીય જનતા પક્ષને જે જીત મળી છે તેમાં પશ્યિમ બંગાળ અને ઓડિશાની જીતનો દ્યણો ફાળો રહ્યો છે. વૈચારિક અને રાજકીય સ્તરે ભાજપના વિરોધી ડાબેરીઓના ગઢ બંગાળમાં લગભગ અડધોઅડધ બેઠકો પર કબ્જો કરવો અને ઓડિશામાં કોંગ્રેસને પાછળ છોડીને એક તૃતીયાંશ બેઠકો આંચકી લેવી નાની વાત નથી.

પશ્ચિમ બંગાળની જીત ભાજપ માટે પ્રતિકાત્મક જીત પણ છે. ભાજપના પૈતૃક સંગઠન ભારતીય જનસંદ્યની સ્થાપના જે શ્યામા પ્રસાદ મુખરજીએ કરી હતી, તેમના જન્મસ્થળ પર કાયદેસર રીતે પોતાના અસ્તિત્વની નોંધ કરાવવાની દ્યટનાની અવગણા ચૂંટણીના ઇતિહાસમાં નહીં કરી શકાય.

આ માટે આરએસએસના કાર્યકરો ઉપરાંત ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયાનો મોટો ફાળો રહ્યો છે. હવે દેશ એ પ્રકારની રચનાનું પરિણામ જોઈ રહ્યું છે કે મૂળ મધ્યપ્રદેશના નિવાસી કૈલાસ વિજયવર્ગીયએ પોતાની રણનીતિના દમ પર બંગાળમાં ભાજપને શૂન્યથી અડધોઅડધ બેઠકો પર પહોંચાડી દીધું, તૃણમૂલ કોંગ્રેસના હિંસક વિરોધનો જે રીતે સામનો કર્યો, તેનું પરિણામ આજે દેશ જોઇ રહ્યો છે.

ભાજપની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનારાઓને મળી શકે છે મહત્વની જવાબદારી : ભાજપની ઐતિહાસિક જીતમાં પોતાની સૂઝબૂઝ અને દમખમથી કાર્ય કરનારા સૈનિકોને હવે સન્માનિત કરવાનો અવસર ભાજપ ચૂકશે નહીં. આ સન્માન સંગઠન સ્તરે પ્રભાવક ભૂમિકા સોંપીને અથવા સરકારમાં સામેલ કરીને આપવામાં આવશે.

માનવામાં આવે છે કે કેન્દ્રીય મંત્રીમંડળમાં આરોગ્ય વિભાગની જવાબદારી સંભાળી રહેલા જે. પી. નડ્ડા અથવા ઓમ માથુરને અઘ્યક્ષ બનાવવામાં આવી શકે છે. આવું થશે તો નવા અધ્યક્ષ સંગઠનમાં પણ ફેરફાર કરશે. જેથી ભૂપેન્દ્ર યાદવ અને કૈલાસ વિજયવર્ગીયનું કદ પણ વધી શકે છે.

કૈલાસ વિજયવર્ગીયની ઇચ્છા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનવાની છે. કેટલાક દિવસ પહેલા તેમણે નિવેદન આપ્યું હતું કે જો કેન્દ્રીય નેતૃત્વ મંજુરી આપે તો તેઓ મધ્ય પ્રદેશની વર્તમાન સરકારને વિદાય કરી શકે છે. જો કે આ મુદ્દે ભાજપના એક વર્ગનું માનવું છે કે જો મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર રચાશે તો મુખ્યમંત્રી પદ માટે પ્રથમ પસંદગી નરેન્દ્રસિંગ ગોર હશે. આથી વિજયવર્ગીયની મહેનતને કેવી રીતે સન્માનિત કરાશે તે જોવાનું રસપ્રદ રહેશે.

અમિતભાઈ શાહને બનાવી શકાય છે ગૃહ મંત્રી : અમિત શાહને લોકસભા ચૂંટણીમાં જીત બાદ હવે સરકારમાં ગૃહ મંત્રી બનાવવામાં આવશે એવી ચર્ચા છે. તેના પગલે વર્તમાન નાણા અથવા  ગૃહ મંત્રી રાજનાથ સિંહને કઇ ભૂમિકા આપવામાં આવશે તે પ્રશ્ન છે. કહેવાઇ રહ્યું છે કે રાજનાથ સિંહને લોકસભા સ્પીકર જેવી સંવૈધાનિક ભૂમિકા આપવામાં આવી શકે છે.

અહીં એક નોંધ લેવી જરૂરી છે કે આ બધી અટકળો છે. નરેન્દ્ર મોદી કયો નિર્ણય લેશે તે કળી શકવું મુશ્કેલ છે. આથી જે દિવસે કેબિનેટ વિસ્તરણ થશે ત્યારે જ જાણી શકાશે કે કોને કઇ ભૂમિકા સોંપવામાં આવી છે.

(3:41 pm IST)