મુખ્ય સમાચાર
News of Friday, 24th May 2019

મોંઘવારી બાદ લોનસ્ટ્રાઈક

પાકિસ્તાન ઉપરનું દેવું દિવસ - રાત વધી રહ્યું છે

આર્થિક સંકટનો સામનો કરી રહેલ પાકિસ્તાનની નાણાકીય સ્થિતિ દિવસે દિવસે વધુ ખરાબ થઈ રહી છે. સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાન (એસબીપી) ના તાજેતરના આંકડા પ્રમાણે આ નાણાકીય વર્ષ જુલાઇ-માર્ચ ગાળા દરમિયાન દેશના કુલ દેવામાં આશરે ૫.૨ ટ્રિલિયન રૂપિયાનો વધારો થયો છે. જે જૂન ૨૦૧૮ ના દેવા કરતાં ૧૮ ટકા વધારે છે.પાકિસ્તાનનું દેવું અર્થતંત્રના સમાન બન્યું છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાન સરકારની ચિંતા વધી છે. ઉલ્લેખનિય છે કે પાકિસ્તાનના દેવા અને ચૂકવણીમાં ૩૫ ટ્રિલિયન રૂપિયા (પાકિસ્તાની ચલણ) નો વધારો થયો છે, જે પાકિસ્તાનના અર્થવ્યવસ્થાની સમાન છે. પાકિસ્તાનની સેન્ટ્રલ બેંક, સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP)ના જણાવ્યા પ્રમાણે માર્ચ ૨૦૧૯ સુધી પાકિસ્તાનની ઉપર લગભગ ૧૦૫ અબજ ડોલર વિદેશી દેવું અને ચૂકવણીઓ છે. નાણાકીય વર્ષના પ્રથમ ૯ મહિનામાં પાકિસ્તાનના વિદેશી દેવામાં ૧૦ અબજ ડોલરનો વધારો થયો છે. ડિસેમ્બર ૨૦૧૮ માં, પાકિસ્તાનનું કુલ વિદેશી દેવું અને ચૂકવણી ૯૯ અજબ ડોલર હતી. જો કે, જાન્યુઆરીથી માર્ચ ૨૦૧૯ સુધીમાં દેવું ૧૦૦ અબજ ડોલરની સપાટીએ પહોંચી ગયું છે. પાકિસ્તાનનું કુલ દેવું તેના જીડીપીના ૯૧.૨ ટકા જેટલું છે.

(3:39 pm IST)