મુખ્ય સમાચાર
News of Friday, 24th May 2019

મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદી જાકીર મુસા અથડામણમાં ઠાર કરાયો

મોદીની બંપર જીતના એક દિવસ બાદ સફળતા : મુસાને સુરક્ષા સંસ્થાઓ લાંબા સમયથી શોધી રહી હતી સાવચેતીના પગલારૂપે સ્કુલ-કોલેજને બંધ રાખવા

નવી દિલ્હી,તા. ૨૪ જમ્મુકાશ્મીરમાં સેનાએ આજે સવારે એક મોટા ઓપરેસનને સફળતાપૂર્વક પાર પાડતા ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતુ. ત્રાલમાં સુરદળોએ દેશના મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદી જાકીર મુસાને ઠાર કરી દીધો છે. તેની સાથે અન્ય એક કુખ્યાત ત્રાસવાદી પણ ઠાર થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આર્મીની ૪૨ રાષ્ટ્રીય રાઇફલ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સીઆરપીએફની ટીમે સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડ્યુ હતુ. સુરક્ષા દળોની ટીમ દદસારા ગામમાં  બાતમીના આધાર પર પહોંચી હતી. સર્ચ કામગીરી દરમિયાન મુસા અને તેના સાગરીતે સુરક્ષા દળ પર ગ્રેનેડ ઝીંક્યો હતો. બંનેને ચારેબાજુથી ઘેરી લેવામા ંઆવ્યા બાદ આ બંનેને શરણાગતિ સ્વીકારી લેવા માટે કહેવામાં આવ્યુ હતુ. જો કે આ ત્રાસવાદીઓએ ભાગી છુટવા માટે ગ્રેનેડ ઝીંક્યા હતા. જવાબી કાર્યવાહી કરવામાં આવતા મુસા ઠાર થયો હતો. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે પણ ઓપરેશન જારી રહ્યુહતુ. સર્ચ ઓપરેશન હાલમાં ચાલી રહ્યુ છે. સુરક્ષા દળોને શંકા છે કે જાકીર મુસાની સાથે કેટલાક અન્ય ત્રાસવાદીઓ આ વિસ્તારમાં હોઇ શકે છે જેથી તમામની સામે તપાસ ચાલી રહી છે. કોઇ પણ હિંસાને ટાળવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે પુલવામા ખાતે ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. મુસાને ઠાર કરવામા ંઆવ્યો છે તેવા હેવાલ બાદ કાશ્મીર ડિવીઝનમાં તમામ સ્કુલો અને કોલેજોને બંધ રાખવામાં આવી છે. જાકીર મુસાને બુરહાન વાની બાદ ત્રાસવાદના નવા પોસ્ટર બોય તરીકે તેને ગણવામાં આવતો હતો. સુરક્ષા દળો લાંબા સમયથી તેને શોધી રહ્યા હતા. રોચક બાબત એ કે મુસાને એ જગ્યાએ ઠાર કરી દેવામાં આવ્યો  છે જે જગ્યાએ બુરહાન ઠાર થયો હતો. તે ૨૦૧૬માં ઠાર થયો હતો.સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી છે.

(3:38 pm IST)