મુખ્ય સમાચાર
News of Friday, 24th May 2019

ઉગ્રવાદી હુમલામાં ઉમેદવાર માર્યા ગયા: એનપીપીનાં ઉમેદવાર તિરોન્ગ આબોહનો વિજય

અરુણાચલ પ્રદેશમાં ઉમેદવાર અબોહએ 1,055 મતોની લીડથી ભાજપનાં ઉમેદવાર ફવાંગ લોવાંગને હરાવ્યા.

અરુણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટચીમાં મતદાન પછી  ઉગ્રવાદી હુમલામાં માર્યા ગયેલા વિધાનસભા ચૂંટણીનાં એનપીપી ઉમેદવારની ચૂંટણી પરિણામ આવતા વિજય થયો છે

  મળતી વિગતો મુજબ, નેશનલ પિપલ્સ પાર્ટી (એનપીપી)નાં ઉમેદવાર તિરોંગ અબોહ ચાલુ ધારાસભ્ય હતા અને ચૂંટણી લડ્યા હતા.મતગણતરીનાં બે દિવસ પહેલા થયેલા એક ઉગ્રવાદી હુમલામાં તેમનું મોત નિપજ્યુ હતુ. પણ જ્યારે 23 મેનાં રોજ મતગણતરીનાં જ્યારે પરિણામ આવ્યુ ત્યારે તેઓ જીતી ગયા.
  અબોહ 1,055 મતોની લીડથી જીત્યા અને ભાજપનાં ઉમેદવાર ફવાંગ લોવાંગને હરાવ્યા. 2014ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ખોનસા બેઠક પરથી જીત્યા હતા. જો કે, તેમનું મૃત્યુ થતા હવે આ બેઠક પર પેટા ચૂંટણી થશે.
   મંગળવારે થયેલા ઉગ્રવાદી હુમલમાં અબોહ અને તેના દિકરા સહિત 11 લોકોનાં મોત નિપજ્યા હતા. આ ઘટના અરુણાચલ પ્રદેશનાં તિરાગ જિલ્લામાં બની હતી.
   આ ઘટના માટે અરુણાચલ પ્રદેશનાં પૂર્વ ગૃહ મંત્રી અને એનપીપીનાં નેતા કુમાર વાઇએ જણાવ્યું કે, આ રાજકીય બદલાની ભાવનાથી હુમલો કરવામાં આવ્યો હતો. અબોહનાં રાજકીય દુશ્મનોએ કાવત્રુ રચીને તેમના પર હુમલો કર્યો હતો. જે કોઇ પણ રાજકીય પક્ષોનાં રાજકીય લાભ માટે જો ત્રાસવાદનો સહારો લીધો હોય તો તેમને માફ કરી ન શકાય,”.જો કે, આ પહેલી ઘટના નથી કે, જેમાં નેશનલ પિપલ્સ પાર્ટીનાં નેતાની હત્યા થઇ હોઇ. માર્ચ મહિનામાં પણ અબોહનાં ટેકેદાર અને એનપીપીનાં કાર્યકર જલેય અન્ના અને તેના મિત્ર ખામ નાઇ અભીને ગોળીએ વિંધી દેવામાં આવ્યા હતા.

(2:01 pm IST)