મુખ્ય સમાચાર
News of Friday, 24th May 2019

૧૨ મુખ્ય રાજયોમાં બીજેપીને એકલા હાથે મળ્યા ૫૦ ટકાથી વધુ મત

જમ્મુ-કાશ્મીરથી માંડીને કેરળ સુધી બીજેપીનો વોટ શેર વધ્યો છે

નવી દિલ્હી તા. ૨૪ : આને મોદી લહેર કહો કે મોદી મેજીક. બીજેપી તેમના દમ પર સ્પષ્ટ બહુમત તરફ વધતી જોવા મળી રહી છે. જમ્મુ કાશ્મીરથી માંડીને કેરળ સુધી બીજેપીનો મત શેર વધ્યો છે. મહત્વની વાત એ છે કે ૧૨ મોટા અને પ્રમુખ રાજય એવા છે. જયાં બીજેપીને ૫૦ ટકા થી વધુ મત મળ્યા છે. અરૂણાચલ પ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, ગુજરાત, ગોવા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને દિલ્હીમાં પક્ષને જબરદસ્ત સફળતા મળી છે. યુપીમાં સહયોગી તેમના દળની સાથે પક્ષના વોટના પ્રમાણનો આંકડો ૫૦ ટકાને પાર કરી ગયો છે.

ત્યાંની ૧૧માંથી ૯ સીટો પર બીજેપી આગળ છે. અને કોંગ્રેસને ૨ પર બહુમત મળી છે. મહત્વની વાત એ છે કે હાલમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે બીજેપીની સતા છીનવી લીધી હતી પરંતુ લોકસભા ચૂંટણીના પરિણામો તેના માટે ખુબજ નિરાશાજનક રહ્યા છે. મતના પ્રમાણની વાર કરીએ તો ૫૦.૮ ટકા બીજેપીને અને કોંગ્રેસને ૪૦.૮ ટકા મત મળ્યા છે.

ગયા વખતની જેમ આ વખતે પણ ગુજરાતની દરેક ૨૬ સીટો પર બીજેપી ઉમેદવાર આગળ છે. મતનું પ્રમાણ જોઈએ તો નરેન્દ્ર મોદીના ગૃહ રાજયમાં પક્ષને ૬૨.૨ ટકા અને કોંગ્રેસને ૩૨.૧ ટકા મત મળ્યા છે. હરિયાણાની ૧૦ સીટો પર બીજેપી ઉમેદવાર આગળ છે. જયારે કોંગ્રેસ ૨૮.૪ ટકા મત પ્રાપ્ત મેળવ્યા બાદ એક સીટ જીત નહીં શકી. ક્ષેત્રીય પક્ષો માટે પરિણામો ખુબજ ચોંકાવનારા હોય છે. બીજી બાજુ હિમાચલની વાત કરીએ તો ૪ સીટો બીજેપીના ખાતામાં જતી જોવા મળી રહી છે. ત્યાં પણ ૬૯ ટકા માટે બીજેપીને મળ્યા છે. અને કોંગ્રેસને ૨૭.૪ ટકા મત મળ્યા છે.

ઝારખંડની ૧૧ સીટો પર બીજેપીને બહુમત મળ્યું છે. કોંગ્રેસને એક અને અન્યને ૨ સીટ મળતી જોવા મળી રહી છે. જોકે વોટ શેરની વાર કરીએ તો ઝારખંડમાં પડેલા કુલ મતના અડધા એટલે કે ૫૦ ટકા બીજેપીની ખાતામાં ગયા છે. કર્ણાટકમાં ૨૮ સીટોમાંથી બીજેપી ૧૪ સીટો જીતીને ૧૧ પર આગળ ચાલી રહી છે. ત્યાં કોંગ્રેસ અને જેડીએસના ઉમેદવાર ફકત ૧-૧ સીટ પર આગળ છે. મહત્વની વાત એ છે કે તે રાજયમાં કોંગ્રેસ અને જેડીએસ મળીને સરકાર ચલાવી રહી છે પરંતુ લોકસભા ચૂંટણીના પરિણામોમાંથી તેને મોટો ઝટકો લાગ્યો છે.

(1:12 pm IST)