મુખ્ય સમાચાર
News of Friday, 24th May 2019

ઉત્તર પ્રદેશમાં ભાજપના 22 સાંસદોનો 2 લાખથી વધારે મતની લીડથી વિજય

જનરલ વીકે સિંહ ગાઝિયાબાદ બેઠક પર 5,01,500 મતોથી જીત મેળવી

નવી દિલ્હી ;દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ભાજપ 62 બેઠક જીત્યો છે, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીના ગઠબંધનને 15 બેઠક જયારે એડીએસને 2 અને એક બેઠક પર કોંગ્રેસને વિજય મળી રહ્યો છે.યુપીના પરિણામોમાં 21થી વધુ બેઠકો એવી છે કે જેમાં જીતનો માપદંડ બે લાખથી વધારે છે.

  ઉત્તર પ્રદેશમાં જનરલ વીકે સિંહ ગાઝિયાબાદ બેઠક પર 5,01,500 મતોથી જીત મેળવી છે. ગૌતમ બુદ્ધનગરથી ભાજપના ઉમેદવાર ડૉ.મહેશે 3,36,922 મતોથીજી જીત મેળવી છે.અકબરપુરના ભાજનપા ઉમેદવાર દેવેન્દ્રસિંહે 2,75,142 મતોથી જીત મેળવી છે. અલીગઢથી ભાજપના ઉમેદવાર સતીશ કુમાર ગૌતમે 2,29,261 મતોથી જીત મેળવી છે

  આઝમગઢથી અખિલેશ યાદવે 2,59,874 મતોથી જીત મેળવી છે. બુલંદશહેરથી ભાજપના ભોલાસિંહે બીએસપીના યોગેશ વર્માને 2,90,057 વોટથી માત આપી છે. દેવરીયાથી ભાજપના ઉમેદવાર રમાપતિ ત્રિપાઠીએ 2,49,931 વોટથી જીત મેળવી છે. ફરૂખાબાદથી ભાજપના ઉમેદવાર મુકેશ રાજપૂતે 2,21,702 મતોથી જીત મેળવી છે. ફતેહપુર સિકરીથી ભાજપના નેતા રાજકુમાર ચહરે રાજ બબ્બર 4,95,065 મતોથી જીત મેળવી છે.

(12:27 pm IST)