મુખ્ય સમાચાર
News of Friday, 24th May 2019

વડાપ્રધાન મોદી અને અમિતભાઇ શાહએ ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીના નિવાસસ્થાને મુલાકાત લીધી

મોદીનું ટ્વીટ, જોષી એક બુદ્ધીજીવી વ્યક્તિ છે. શિક્ષણ ક્ષેત્રે તેમણે આપેલું યોગદાન અમૂલ્ય

નવી દિલ્હી :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ અને વડાપ્રધાન મોદીએ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે મુલાકાત કર્યા બાદ મોદી શાહની જોડીએ ભાજપના માર્ગદર્શન મંડળના નેતા મુરલી મનોહર જોષીના નિવાસસ્થાને જઈને તેમની મુલાકાત કરી હતી.

 પીએમ મોદીએ મુલાકાત અંગે ટ્વીટર પર લખ્યું હતું કે ડૉ.મુરલી મનોહર જોષી એક બુદ્ધીજીવી વ્યક્તિ છે. શિક્ષણ ક્ષેત્રે તેમણે આપેલું યોગદાન અમૂલ્ય છે. મારા સહિત ભાજપના અનેક કાર્યકર્તાઓનો પાયો મજબૂત કરવામાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ છે.

(12:18 pm IST)