મુખ્ય સમાચાર
News of Friday, 24th May 2019

તાજમહલમાં બનશે બ્રેસ્ટ-ફીડિંગ રૂમ

આગ્રા, તા.૨૪: દુનિયાની સાત અજાયબીઓમાં સ્થાન ધરાવતો તાજમહલ હવે ભારતનું એવું સ્મારક બની ગયો છે જયાં મહિલા સહેલાણીઓ માટે ખાસ સગવડ મળશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના અધિકારી વસંતકુમાર સ્વર્ણકારનું કહેવું છે કે ટુરિસ્ટ મહિલાઓ સીડીની નીચે છુપાઇને બાળકોને સ્તનપાન કરાવતી હતી એ જોઇને આ વિચાર આવ્યો હતો. તાજમહલમાં હવે મહિલાઓ નવજાત શિશુઓેને આરામથી સ્તનપાન કરાવી શકે એ માટે અલાયદી રૂમ હશે. એ ઉપરાંત આગ્રાના કિલ્લા અને ફતેહપુર સિક્રીમાં પણ આવી સુવિધા શરૂ થશે.ભારતનાં કુલ ૩૬,૦૦૦ સ્મારકોમાંથી તાજમહલ પ્રથમ એવું સ્મારક છે જયાં આવી સુવિધા હશે.

(11:49 am IST)