મુખ્ય સમાચાર
News of Friday, 24th May 2019

દિકરાના નાકના સર્જરી કરવાની હતી, પણ ડોકટરો હર્નિયાનું ઓપરેશન કરી નાખ્યું

મલ્લાપુરમ, તા.૨૪: કેરળના એક ગામમાં બે દરદીઓનાં નામમાં થોડું સામ્ય હોવાને કારણે ડોકટરે ખોટા દરદી પર ખોટી સર્જરી કરી નાખી હતી. મલ્લાપુરમ જિલ્લાના મંજેરી શહેરની એક હોસ્પિટલમાં મોહમ્મદ દાનિશ નામના છોકરાને નાકની સર્જરી માટે દાખલ કરવામાં આવ્યો હતો. દાનિશના નાકમાં ટિશ્યુનો અવરોધ વધી રહ્યો હતો એ કાઢવાનો હતો. જોકે એ જ હોસ્પિટલમાં બીજો ધનુષ નામનો છોકરો હતો જેનું હર્નિયાનું ઓપરેશન કરવાનું હતું.

બન્નેનાં નામમાં સિમિલરિટીને કારણે સર્જરી કરતી વખતે ધ્યાન ન રહ્યું અને ધનુપને બદલે દાનિશના પેટમાં હર્નિયાની સર્જરી કરી નાખી. જયારે સર્જરી પછી દાનિશને બહાર કાઢવામાં આવ્યો ત્યારે છેક તેના પેરન્ટ્સને સવાલ થયો કે નાક પર કેમ કોઇ પાટો? ત્યારે બહાર આવ્યું કે તેને તો પેટ પર સર્જરી થઇ છે. આ બાબતે દરદીના પરિવારે જબરો હોબાળો મચાવતાં રાજયના સ્વાસ્થ્ય પ્રધાન કે.કે. શૈલજાએ તપાસનો આદેશ આપ્યો છે અને ખોટા દરદી પર સર્જરીઙ્ગકરી નાખનાર ડોકટરને નિલંબિત કરી દેવામાં આવ્યા છે.

(11:48 am IST)