મુખ્ય સમાચાર
News of Friday, 24th May 2019

વરસાદમાં કામ લાગે એવું કપડાં સૂકવવાનું સ્ટેન્ડ બનાવ્યું ૧૨ વર્ષના આ છોકરાએ

મુંબઇ, તા.૨૪: વરસાદની સીઝન હવે ઢુંકડી છે ત્યારે અચાનક તૂટી પડતા વરસાદને કારણે કપડાં કયાં સૂકવવાં એની  સમસ્યા થશે. ચીનના નેનિંગ શહેરમાં રહેતા ૧૨ વર્ષના લૂ ઝિઝેન નામના વિદ્યાર્થીએ એનો જબરો તોડ કાઢયો છે. છઠ્ઠા ધોરણમાં ભણતા આ છોકરાએ કપડાં સૂકવવાનું રેક બનાવ્યું છે. નવાઇની વાત એ છે કે આ રેક રેઇન સેન્સિટિવ છે. મતલબ કે જો એના પર કપડાં સૂકવીને તમે એને બહાર મૂકયું હોય અને અચાનક વરસાદ તૂટી પડે તો તરત જ એ રેક પર એક છત જેવી તાડપત્રી ઢંકાઇ જાય છે. પાણીના ટીપાનું સેન્સર ધરાવતી સિસ્ટમ તેણે ગોઠવી જે જે તાડપત્રીને રોલઓવર કરી શકે છે.

લૂ ઝિઝેન ઘરમાં ભણતો હોય અને તેની મમ્ી બહાર જાય ત્યારે તેને કહી રાખતી કે જો વરસાદ આવે તો બહારથી કપડાં લઇ લેજે. જોકે લૂ ઘણીવાર એ કામ કરવાનું ભૂલી જતો અને તેણે તેની મમ્ીની વઢ ખાવી પડતી. બસ, એ પછી તેને વિચાર આવ્યો કે વરસાદ આવે ત્યારે આપમેળે કપડાં ન પલળે એવું રેક બનાવીએ તો? એ પછી તેણે સ્કૂલના ન્યુ ઇનોવેશનના પ્રોજેકટમાં આ જ વિચાર પર કામ કરીને ખરેખર એવું રેક બનાવી દીધું જે વરસાદનાં ટીપાં પારખીને શેલ્ટર બનાવી દે છે.

(11:46 am IST)