મુખ્ય સમાચાર
News of Friday, 24th May 2019

રાહુલની વાયનાડમાં ૪.૩૧ લાખ મતોથી ભવ્ય જીત

નવી દિલ્હીઃ  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માટે ગઈકાલનો દિવસ મિશ્ર રહ્યો હતો. અમેઠીથી તેમણે સ્મૃતિ ઈરાની સામે હારનો સામનો કરવો પડયો હતો. જયારે કેરળના વાયનાડથી લડતા તેમણે ૪.૩૧ લાખથી વધુ મતોથી જીત મેળવી હતી.

વાયનાડના મતદારોએ રાહુલને ૭,૬૩,૦૬૭ મતો આપ્યા હતા. જયારે રાહુલના પ્રતિર્સ્પધી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના પીપી સુનીરને ૨,૭૪,૫૯૭ મતો મળ્યા હતા. આમ રાહુલનો ૪,૩૧,૭૭૦ રેકોર્ડ મતોથી વિજય થયેલ.

(11:39 am IST)