મુખ્ય સમાચાર
News of Friday, 24th May 2019

ઉત્તર ભારત-કર્ણાટકમાં ગાજવીજ સાથે વરસાદ પડશે

તામીલનાડુ- તેલંગણા અને આંદામાનના ટાપુ ઉપર પણ વરસાદની આગાહીઃ એમ.પી., મહારાષ્ટ્ર, છત્તીસગઢમાં પ્રચંડ હિટવેવઃ ગુજરાત, રાજસ્થાન, હરીયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, પ.બંગાળ, ઓરીસ્સામાં પારો ૪૦ ડીગ્રી આસપાસ ઘુમશેઃ રાજસ્થાનમાં પણ છુટોછવાયો વરસશે

નવી દિલ્હી : કર્ણાટકમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી થઇ છે દક્ષિણ ભારત ઉપર આજે ભેજવાળુ હવામાન છવાયેલુ રહેશે.

કર્ણાટક સિવાય આજે  ઉતરપૂર્વના આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણીપુર, મીઝોરમ અને ત્રિપુરામાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની આગાહી થઇ છે.

આ ઉપરાંત અરૂણાચલપ્રદેશ અને સીકકીમમાં પણ  સાર્વત્રીક ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છેે.

ઉત્તર પૂર્વ ભારત ઉપર સાઇકલોનીક સરકયુલેશન છવાયું છે અને બંગાળના અખાધ તરફથી દક્ષિણ પશ્ચિમના ભેજવાળા પવનો ફુંકાય રહયા છે. જેનાથી ભારે વરસાદ અને ગાજવીજની શકયતા રહેલી છે. આ બધા વિસ્તારોમાં બે થી પાંચ ઇંચ આવતા ૨૪ કલાકમાં પડવાની સંભાવના છે. પુર અંગે પણ ચેતવણી અપાયેલ છે.

ભારત દેશના પૂર્વીય વિસ્તારમાં ઓડીશા, ઝારખંડ, છત્તીસગઢ અને આંધપ્રદેશ, બિહાર તથા પશ્ચિમ બંગાળમાં પણ છુટો છવાયો ગાજવીજ સાથે વરસાદ પડે તેવી પુરી સંભાવના છેે

વેસ્ટર્નડિસ્ટબન્સ અને સાયકલોનીક સરકયુલેશનને લીધે. જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ તથા ઉત્તરાખંડમાં ઠેર -ઠેર વરસાદ અથવા બરફ પડવાની ગાજવીજની આગાહી પણ કરવામાં આવી છે.

રાજસ્થાનમાં પણ છુટો છવાયો હળવો વરસાદ પડવાની સંભાવના દર્શાવી છે.

જયારે ઉત્તર ભારતના પંજાબ, હરીયાણા, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં ધુળની આંધી, ગાજવીજ અને છુટો છવાયો વરસાદ પડે તેવી પણ સંભાવના છે.

કર્ણાટકમાં ભારે વરસાદ સાથે કેરળમાં પણ ગાજવીજ સાથે છુટો છવાયો વરસાદ પડશે.

તામીલનાડુ અને તેલંગણામાં પણ આજે ગાજવીજ અને છુટોછવાયો વરસાદ પડશે . જયારે આંદામાન-નિકોબાર ટાપુઓ ઉપર વ્યાપક વરસાદની આગાહી થઇ છે.

મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને તેંલગણામાં આજે  અને શનિવાર પછીના દિવસોમાં પણ ૪૫ ડીગ્રી અથવા કે તેથી વધુ ગરમી સાથે પ્રચંડ હિટવેવની આગાહી થઇ છે.

ગુજરાત, રાજસ્થાન, હરીયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમબંગાળ, ઓરીસ્સા, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તામીલનાડુમાં ૪૦ ડીગ્રીથી પણ ઉંચુ ઉષ્ણતામાન છવાયેલુ રહેશે.

શનિવાર અને તે પછીના દિવસોમાં પણ વેસ્ટર્નડિસ્ટબન્સના લીધે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉતરાખંડમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી પણ થઇ છે. જયારે શનિવાર અને તે પછી પણ કર્ણાટકમાં ભારે વરસાદ ચાલુ રહેશે. પરંતુ કેરળ અને તામીલનાડુમાં છુટો છવાયો વરસાદ પડશે

ઉતરાંત બિહાર, ઝારખંડ, પ. બંગાળ અને મહારાષ્ટ્રમાં છુટો છવાયો વરસાદ પડશે.

(11:36 am IST)