મુખ્ય સમાચાર
News of Friday, 24th May 2019

દેશના 17 રાજ્યોમાં કોંગ્રેસને બિગ ઝીરો મળ્યો :આગામી દિવસોમાં પરિવારવાદી પાર્ટીનું કોઈ અસ્તિત્વ રહેવાનું નથી :અમિતભાઇ શાહ

દેશના 17 રાજ્યોમાં જનતાએ 50 ટકાથી વધારે વોટોના આશીર્વાદ ભાજપાને આપ્યા

લોકસભા ચૂંટણી-2019માં પ્રચંડ જીત મળ્યા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે પાર્ટીના મુખ્યાલયમાં કાર્યકરોને સંબોધિત કરતા કહ્યું હતું કે એક તરફ જનતાએ મોદી જી ના નેતૃત્વમાં ભાજપાને જીતાડ્યો છે તો બીજી તરફ કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. દેશના 17 રાજ્યોમાં કોંગ્રેસને બિગ ઝીરો મળ્યો છે. મેં દેશના કાર્યકર્તાઓને કહ્યું હતું કે અમે 50 ટકાની લડાઇ લડવા માટે ચૂંટણી મેદાનમાં છીએ. આજે હું ગૌરવ સાથે કહીશ કે દેશના 17 રાજ્યોમાં જનતાએ 50 ટકાથી વધારે વોટોના આશીર્વાદ ભાજપાને આપ્યા છે.

  અમિતભાઇ શાહે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશની અંદર સપા-બસપા બંને ભેગા થયા તો આખા દેશના મીડિયા કહેતા હતા કે ઉત્તર પ્રદેશમાં શું થશે? આ પ્રચંડ જીત  દર્શાવે છે કે આગામી દિવસોમાં પરિવારવાદી પાર્ટીઓનું કોઈ મહત્વ રહેવાનું નથી

(12:00 am IST)