મુખ્ય સમાચાર
News of Friday, 24th May 2019

મધ્યપ્રદેશમાં મતગણના કેન્દ્ર પર કોંગ્રેસ નેતાનું હાર્ટએટેકથી મોત

         મધ્યપ્રદેશની ભોપાલ લોકસભા સીટ અંતર્ગત આવનાર સીહોર જીલ્લાના કોંગ્રેસ અધ્યક્ષ રતનસિંહ ઠાકુરનુ ગુરુવારના હાર્ટ એટેકથી મૃત્યુ થયુ. રિપોર્ટ મુજબ જયારે રતનસિંહને હાર્ટએટેક આવ્યો ત્યારે તે સંસદીય ક્ષેત્રના એક મત ગણતરીના કેન્દ્ર પર હાજર હતા. ઠાકુરને હોસ્પિટલ લઇ જવામા આવેલ પણ એમનો જીવ બચ્યો નહી.

(12:00 am IST)